સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 30 સપ્ટેમ્બર 2021 (08:22 IST)

Gujarat Rain Update Live - માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ દરિયામાં રહેલી તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના

બુધવાર: ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તથા ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકવાની શક્યતાની ચેતવણીને ધ્યાને લઈ સુરત જિલ્લાના દરિયા કિનારાના પર્યટન સ્થળ ડુમ્મસ બીચ, સુંવાલી બીચ તેમજ ઓલપાડ તાલુકાના દરિયા કિનારાઓ પર તા.૩૦/૦૯/૨૦૨૧ થી તા.૦૧/૧૦/૨૦૨૧ સુધી પ્રવાસીઓની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમ નિવાસી અધિક કલેકટર, સુરતની યાદીમાં જણાવાયું છે.
માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ દરિયામાં રહેલી તમામ બોટોને તાત્કાલિક પરત આવવા સૂચના
 
સુરત:બુધવાર: ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે વરસાદ તા.૨૯/૦૯/૨૦૨૧ થી ૦૩/૧૦/૨૦૨૧ દરમિયાન ૫૦ થી ૬૦ કિમી/કલાકની ઝડપે ભારે પવન ફુંકાવાની આગાહી આપવામાં આવી હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા અને હાલ સમુદ્રમાં રહેલ તમામ બોટોને તાત્કાલિક પરત આવવા  સૂચના આપવામાં આવી છે. મત્સ્યોદ્યોગ કચેરીને કોઇ પણ બોટ/હોડીઓને માછીમારી માટેના ટોકન ઈસ્યુ નહીં કરવા તેમજ માછીમારો દરિયો ખેડે નહી તે અંગે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા જરૂરી દ્વારા સુચના અપાઈ છે એમ ડિઝાસ્ટર મામલતદાર, સુરતની યાદીમાં જણાવાયું છે



09:02 PM, 29th Sep
રાજકોટ શહેરમાં વરસાદમાં પોપટપરાનુ નાળુ સૌથી જોખમી બની જાય છે. આજે અહી એક સ્કુલ બસ, એક બાઈક સવાર અને એક સાઈકલ સવારને બચાવાયા હતા. એક યુવાન પાણીના ધસમસતા પ્રવાહમાં નાલુ પાર કરવા સાયકલ સાથે પાણીમાં ઉતર્યો હતો. જોકે પાણીના પ્રચંડ પ્રવાહ સામે તે સાયકલ સાથે જ પડી ગયો હતો. પરંતુ આ યુવાન સામેની બાજુ માંડ માંડ જીવ બચાવીને નીકળ્યો હતો. 

08:57 PM, 29th Sep
રાજકોટમાં ભારે વરસાદને કારણે જયભીમનગરથી મોટામવા જવાના રસ્તે બેઠા પૂલ પર કેડસમું પાણી ફરી વળ્યું હતું. મોટામવા ગામ જવા માટે આ એક જ પૂલ છે. આથી લોકો દર વર્ષે હેરાન પરેશાન બને છે. ત્યારે આજે આ પૂલ પરથી એક યુવાન બાઇક સાથે પસાર થઇ રહ્યો હતો. ત્યારે અચાનક ધસમ સતા પ્રવાહમાં યુવાન બાઇક સાથે તણાયો હતો. આથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવાનને બચાવી લીધો હતો. જ્યારે બાઇકને બહાર કાઢવા માટે લોકોએ રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

08:54 PM, 29th Sep
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદના લીધે રાજ્યમાં સર્જાયેલી સ્થિતિ માટે યોજી બેઠક
 
મુખ્યમંત્રીએ મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ સચિવો સાથે બેઠક યોજી તંત્રની સજ્જતા-સતર્કતાની તલસ્પર્શી વિગતો મેળવી
 
પોરબંદર-જુનાગઢના જિલ્લા કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી

08:54 PM, 29th Sep
ભરૂચ શહેરમાં વરસેલા વરસાદના આંકડા
 
આમોદ - 1 ઇંચ
અંકલેશ્વર - 2.5 ઇંચ
ભરૂચ - 4.5 ઇંચ
હાંસોટ - 3 ઇંચ
જંબુસર - 2 ઇંચ
નેત્રંગ - 12 મી.મી.
વાગરા - 3 ઇંચ
વાલિયા - 2 ઇંચ
ઝઘડિયા - 2 ઇંચ

08:54 PM, 29th Sep
જુનાગઢના વિસાવદરમાં બારે મેઘ ખાંગા
 
ગ્રામ્ય વિસ્તારમાં 3 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ
 
આંબાજળ ડેમમાં પાણીની આવક
 
ડેમના 4 દરવાજા 2 ફૂટ ખોલાયા
 
નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત
 
5 ગામોને કરાયા એલર્ટ 

08:34 PM, 29th Sep

08:33 PM, 29th Sep
ભાવનગર શહેરનું બોરતળાવ ઓવરફ્લો થતા વિક્ટોરિયા પાર્કનું કૃષ્ણનગર તળાવ પણ ઓવરફ્લો થતા તેનું પાણી નજીકની સોસાયટીઓમાં પહોંચ્યું
 
મકાનોમાં પાણી જ્યારે કાર પણ અડધી પાણીમાં ડૂબી
 
તંત્ર દ્વારા પાણીના નિકાલમાં નડતરરૂપ તમામ દબાણો દૂર કરવા આદેશ 

08:30 PM, 29th Sep
 
ગીરના ઉપરવાસમાં સારા વરસાદના પગલે ઉનાના રાવલ ડેમ ઓવરફ્લો
 
ડેમના 6 દરવાજા પૈકી 3 દરવાજા 0.30 મીટર ખોલાયા
 
ઉના તથા ગીરગઢડાના નિચાણવાળા 18 ગામોને એલર્ટ કરાયા

08:29 PM, 29th Sep
ગીરનાર પર્વત ઉપર અને જંગલમાં તોફાની વરસાદ
જૂનાગઢની કાળવો , સોનરખ, ઓજત, ઉબેણ, ભાદર સહિતની નદીઓમાં પુર
વિલીંગ્ડન ડેમ, આનંદપુર ડેમ, હસનાપૂર અને ઓજાર વિયર ડેમ ત્રીજી વખત ઓવરફ્લો 
ખેતી પાકોને નુકસાન થવાની શક્યતા


08:22 PM, 29th Sep

- નર્મદા જિલ્લાના કરજણ ડેમમાંથી  અંદાજે ૧.૬૧ લાખ ક્યુસેક પાણીના ઇન્ફલો  સામે ૯ ગેટ મારફત ૧.૫૪ લાખ ક્યુસેક  પાણીનો આઉટફ્લો

- કરજણ જળાશયમાંથી સરેરાશ ૩૫૦ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીના પ્રવાહના જાવકથી  પ્રતિદિન ૭૨ હજાર યુનિટનું થઇ રહેલું વિજ ઉત્પાદન

-  કરજણ બંધમાંથી છોડાયેલા પાણીના પ્રવાહને લીધે નિચવાસમાં કરજણ નદીના કાંઠાના રાજપીપલા 
શહેર સહિતના સંબંધિત ગામોના લોકો/રહીશોને નદી કિનારાથી દૂર રહેવા ઉપરાંત પશુધનને 
દૂર રાખવા માટે સાવચેત કરાયાં

08:16 PM, 29th Sep
બોટાદઃ રેલવે અન્ડર બ્રિજમાં સ્કૂલ બસ ફસાઈ
જ્ઞાનમંદિર વિદ્યાપીઠની સ્કૂલ બસ ફસાઈ 
સ્કૂલ બસમાં આશરે 40 જેટલા બાળકો હતા સવાર
અંડર બ્રિજમાં કેડ સમાં ભરાયા છે પાણી 
હાલ નાના વાહનો નથી થઈ શકતા પસાર
બસમાંથી બાળકોને કાઢી અન્ય બસમાં ખસેડવામાં આવ્યાં