સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 15 જૂન 2018 (11:55 IST)

બાકરોલમાં અથડામણમાં મૃત્યુ પામેલા યુવકની ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા

આણંદના બાકરોલમાં લીમડી ચોક વિસ્તારમાં રાત્રે પઠાણ અને મલેક કોમના યુવકો વચ્ચે સામ-સામે પથ્થરમારો કર્યો હતો.  હથિયાર સાથે પઠાણ કોમના યુવકોએ એક યુવક પર હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સાત વ્યક્તિઓને નાની-મોટી ઈજા થઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ બે કાર અને ત્રણ બાઈકોને નુકશાન કર્યુ હતું. જોકે, ઘટનાના બીજા દિવસે પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ રહી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ બપોરે મૃતકની અંતિમયાત્રા નીકળી હતી. દરમિયાન બીજી તરફ પોલીસે આ મામલે વિસ્તારના કાઉન્સિલર સહિત 19 શખ્સ સામે હત્યા, રાયોટીંગ અને છેડતીની કલમ હેઠળ ફરિયાદ નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. બાકરોલ લીમડી ચોક વિસ્તારમાં પઠાણવાડો અને તેની સામે જ મલેકવાડો આવેલો છે. પઠાણવાડામાં રહેતો મકસુદ ઉર્ફે રાજા કાલુખાન પઠાણ બુધવારે સાંજે રોઝો છોડ્યા બાદ બચુમીયાં મલેકના ઘરના ઓટલા પર બેસવા આવ્યો હતો. દરમિયાન એ સમયે બચુમીયાંના પુત્ર અફઝલે મકસુદ દારૂ પીને ઓટલા પર બેસવાની ના પાડતા તે જતો રહ્યો બાદમાં તે તેના કાકા ઈબાદતખાન પરબતખાન પઠાણ સહિત મિત્રોને મારક હથિયાર સાથે લઈ આવ્યો હતો. અને ઝઘડો ઉગ્ર સ્વરૂપમાં પરિણમતાં બંને કોમના ટોળાં સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. વધુમાં બીજી તરફ ઈબાદતખાન, મકસુદ સહિત અન્ય યુવકોએ અફઝલ અને તેના પિતા બચુમીયાં તેમજ ઐયુબમિયાં પર હુમલો કર્યો હતો. જેમાં અફઝલના માથામાં પાઈપ મારતાં તેનું મોત નીપજ્યું હતું. બચુમિયાં, ઐયુબમિયાં અને વચ્ચે છોડાવવા પડેલા રમીઝમિયાંને માર માર્યો હતો. ટોળું તેમના ઘરમાં ઘુસી જઈ તોડફોડ કરી તિજોરીમાંથી લૂંટ કરી હતી. વધુમાં હાજર એક મહિલાના વસ્ત્રો ફાડી નાંખ્યા હતા.