સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 3 જુલાઈ 2018 (17:36 IST)

કુંવરજીભાઇ મંત્રી બની ગયા, શપથ ગ્રહણ કર્યા

ગાંધીનગર, કુંવરજી બાવળિયાએ મંત્રીપદનાં શપથ ગ્રહણ કર્યા છે. તેઓની શપથવિધિમાં સીએમ રૂપાણી અને ડે.સીએમ સહિતનાં તમામ ટોચનાં નેતાઓ હાજર રહ્યાં છે. કુંવરજી બાવળિયાએ આજે રાજ ભવન ખાતે કેબિનેટ મંત્રી તરીકેનાં શપથ લઇ લીધાં છે. સરકારનાં અધિકારીઓ પણ શપથવિધિમાં હાજર રહ્યાં છે.

તેઓને શિક્ષણ, મત્સ્ય ઉદ્યોગ તેમજ વાહન-વ્યવહાર વિભાગ સોંપાય તેવી શક્યતા સેવાઇ રહી છે. કુંવરજી બાવળિયાને પૂર્વમંત્રી શંકર ચૌધરીની કેબિન ફાળવવામાં આવી છે. આવતી કાલે કેબિનેટમાં ખાતાની ફાળવણી કરાય તેવી શક્યતા સેવાઇ રહી છે.