ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 2 ડિસેમ્બર 2019 (11:06 IST)

રાજસ્થાનના મુખ્યપ્રધાનમાં હિંમત હોય તો રાજસ્થાનમાં દારુબંધી કરી દેખાડેઃ વિજય રૂપાણી

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે શનિવારે તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન કોંગ્રેસના જનવેદના કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં દારૂબંધી મુદ્દે પ્રહાર કર્યો હતો. ગેહલોતે ફરી ટિપ્પણી કરી કહ્યું કે, વિજય રૂપાણીને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂ પીવાય છે. ગેહલોતની આવી ટીપ્પણીનો જવાબ આપતા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તેમને પડકાર ફેંકયો હતો કે, ગેહલોત રાજસ્થાનમાં દારૂબંધી કરી દેખાડે. તેમણે એમ પણ કહ્યું હતું કે ગંહલોત ક્યા મોઢે દારૂબંધીના વાત કરે છે.વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મને તો નવાઇ લાગે છે કે, જૂદા જૂદા રાજયોમાં કોંગ્રેસની વર્ષોથી સરકાર હતી, રાજસ્થાનમાં પણ તેમની સરકાર હતી અને અત્યારે પણ છે. રાજસ્થાનમાં દારૂબંધી કરી દેખાડે, અગાઉ પણ તેમણે ગુજરાતીમાં ઘેર ઘેર દારૂ પીવાય છે, તેવું કહ્યું હતું. આ સમયે મે વાંધો ઉઠાવ્યો હતો. અમુક ટકા વ્યસનને કારણે દારૂ પિતા હશે. રૂપાણીએ કહ્યુ હતું કે,ગુજરાતમાં દારૂબંધી છે એટલે દારૂની ચર્ચા થાય છે. ગેહલોતમાં હીમંત હોય તો રાજસ્થાનમાં દારૂબંધી કરી દેખાડે, તેઓ કયાં મોઢે દારૂબંધીની વાત કરે છે. દારૂને કારણે ત્યાંની પેઢી બરબાદ થઇ જાય છે.