1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 ડિસેમ્બર 2023 (11:50 IST)

ગુજરાત:ભારે પવન, કરા સાથે વરસાદ થશે

અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરતા જણાવ્યુ છે કે, અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે. 
 
રાજ્યમાં તાપમાન પણ સામાન્ય રહેશે. આ સાથે ઠંડીનો પ્રકોપ હાલ વધુ નહિ રહે તેવું પણ કહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, તાપમાન પણ સામાન્ય રહેશે.  અમદાવાદમાં તાપમાન 17 ડિગ્રી સુધી નોંધાશે તો બે દિવસ પછી તાપમાન 1 ડિગ્રી જેટલુ વધશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.રાજ્યમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે
 
 આ તરફ અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો જોવા મળ્યો હતો. ઠંડા સુસવાટાભર્યા પવનને કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરા, ભારે પવન સાથે માવઠાની પણ આગાહી કરી છે. અરબ સાગરના ભેજના કારણે 11થી 12 ડિસેમ્બરના રોજ મજબૂત વેસ્ટન ડિસ્ટ્રર્બન્સ આવશે. ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બરના રોજ ભારે પવન સાથે કરા અને માવઠું થવાની શક્યતા છે.