1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 જાન્યુઆરી 2023 (16:00 IST)

ગુજરાત યુનિવર્સિટીએ વિવિધ ફીમાં 500 ટકા સુધી વધારો કર્યો,વિદ્યાર્થીઓનો ખર્ચ 1500થી વધીને 4500 થયો

ms university
ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ ફીમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. આ ફી વધારાને કારણે વાલીઓના ખિસ્સા પર બોજો વધશે. યુનિવર્સિટી દ્વારા વધારવામાં આવેલી ફીને જોતાં જે વિદ્યાર્થીઓ અગાઉ વિવિધ ફીમાં 1500 રૂપિયાનો ખર્ચ થતો હતો તે હવે સીધો ત્રણ ગણો વધીને 4500 થઈ ગયો છે. બીજી તરફ NSUI દ્વારા ફી વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી છે. આ ફી વધારાને લઈને મુખ્યમંત્રી સુધી CMO દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સએપ નંબર પર પણ જાણ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો દ્વારા ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ ફીમાં 500 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશનની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં માર્કશીટ વેરિફિકેશનની રૂપિયા 50 ફીનાં હવે રૂ.404 કરાયા છે. તથા ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.200ની ફીની જગ્યાએ રૂપિયા 554 કરાયા છે. ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલ કવરનાં રૂપિયા 500નાં રૂ.736 કરાયા છે. તથા માઇગ્રેશન સર્ટીફીકેટનાં રૂપિયા 110ના રૂ. 452 કરાયા છે. પ્રિવિઝનલ સર્ટીફીકેટનાં રૂપિયા 200નાં 436 કરાયા છે. પહેલા વિદ્યાર્થીઓને આ તમામ પ્રકારના કામમાં રૂપિયા 1500નો ખર્ચ થતો જે હવે રૂપિયા 4500 સુધી પહોંચ્યો છે.ગત શનિવારે મળેલી સેનેટ-સિન્ડિકેટની બેઠકમાં હોસ્ટેલના મુદ્દે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં અત્યારની હોસ્ટેલને સંપૂર્ણ તોડીને નવી હોસ્ટેલ ઉભી કરવામાં આવશે. આ નવનિર્માણ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની કેપેસિટી બમણી કરીને 500 વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવશે.