જાનૈયાઓને ભોજનમાં કમી આવી તો વરપક્ષે કેન્સલ કર્યા લગ્ન, ગભરાયેલી નવવધુ પહોચી પોલીસ સ્ટેશન.. જાણો પછી શુ થયુ
Gujarat Wedding Cancelled Due to Food: સૂરત જીલ્લામાંથી એક અનોખા અને હેરાન કરનારો મામલો સામે આવ્યો છે. અહીં ખોરાકની કમીને કારણે લગ્ન સમારોહ અચાનક કેન્સલ કરવામાં આવ્યો. જે બાદ દુલ્હન પોલીસ પાસે ગઈ અને પોલીસે વચ્ચે પડીને સમજાવીને પોલીસ સ્ટેશનમાં જ વિધિ પૂરી કરાવી. દુલ્હને કહ્યું કે વરરાજા તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેનો પરિવાર સંબંધ તોડવા માંગે છે. દુલ્હનની ફરિયાદ સાંભળ્યા પછી, પોલીસે આ મામલે હસ્તક્ષેપ કર્યો.
અચાનક રોક્યા લગ્ન
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) આલોક કુમારે જણાવ્યું હતું કે આ ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની હતી, જ્યાં રવિવારે અંજલી કુમારી અને રાહુલ પ્રમોદ મહતો નામના યુગલ લક્ષ્મી હોલમાં લગ્ન કરી રહ્યા હતા. દુલ્હા અને દુલ્હન બંને બિહારના રહેવાસી હતા. વરરાજા અને કન્યાએ લગ્નમંડપમાં લગ્નની લગભગ બધી વિધિઓ પૂર્ણ કરી લીધી હતી. પછી લગ્ન પક્ષ અને મહેમાનોને પીરસવામાં આવતા ખોરાકની અછતને કારણે વરરાજાના પરિવારે અચાનક ચાલી રહેલી લગ્ન વિધિઓ બંધ કરી દીધી.
પોલીસ સ્ટેશન પહોચી નવવધુ
ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે દુલ્હનના કહેવા મુજબ લગ્નની બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ હતી. ફક્ત માળા (જય માળા) ની આપ-લે બાકી હતી. ત્યારબાદ બંને પરિવારો વચ્ચે ખોરાકના અભાવે ઝઘડો થયો, જેના પછી વરરાજાના પરિવારે લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો. આ પછી, વરરાજાના પરિવારના વર્તનથી નારાજ દુલ્હન પોલીસ સ્ટેશન પહોંચી. દુલ્હને પોલીસને જણાવ્યું કે રાહુલ મહતો તેની સાથે લગ્ન કરવા તૈયાર છે, પરંતુ તેનો પરિવાર આ માટે તૈયાર નથી. તેને અને તેના પરિવારને આમાં મદદ કરવી જોઈએ. આ પછી, પોલીસે વરરાજા અને તેના પરિવારને કન્યાના પરિવાર સાથે પોલીસ સ્ટેશન બોલાવ્યા અને મામલો ઉકેલ્યો.
પોલીસ સ્ટેશનમાં થયા લગ્ન
DCP આલોક કુમારે કહ્યું કે જ્યારે અમે વરરાજાના પરિવારને મામલો ઉકેલવામાં મદદ કરી, ત્યારે તેઓ લગ્ન કરવા તૈયાર થયા. આ પછી, દુલ્હનને ટેંશન થયુ કે પાછા મંડપમાં જશે તો ફરીથી ઝઘડો થઈ શકે છે. તેથી અમે બાકીની વિધિઓ પૂર્ણ કરવા માટે તેમને પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાની મંજૂરી આપી. તેમણે કહ્યું કે પોલીસે મહિલાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને દરમિયાનગીરી કરવાનો નિર્ણય લીધો. આ કેસમાં પોલીસે સકારાત્મક વલણ અપનાવ્યું અને યુવતીના લગ્ન કરાવવામાં મદદ કરીને એક યુવતીનુ જીવન અને એક પરિવારને બદનામીથી બચાવ્યુ.