સંબંધિત સમાચાર
- 14મીથી રાજકોટ-દિલ્હી વાયા સુરત નવી ફ્લાઈટઃ જાણો કેટલું ભાડું થશે
- રાજકોટ: પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં આજે કોંગ્રેસ કાઢશે ઘોડા રેલી, પોલીસે આપી નથી મંજૂરી
- રાજકોટના વેપારીએ ચાઇનીઝ કારનો ઓર્ડર કર્યો કેન્સલ
- માસ્ક પહેર્યા વિના સેલ્ફી પાડી સોશિયલ મીડિયામાં મુકશો તો દંડાશોઃ રાજકોટ પોલીસ કમિશનર
- રાજકોટમાં કોંગ્રેસે પેટ્રોલ ડિઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો, સામાજિક અંતરના ઘજાગરા ઉડ્યા
રાજકોટના બસ સ્ટેન્ડમાં થૂંકતા મહિલા પાસેથી વસૂલ્યો 200 રૂપિયા દંડ, હવે દંડ પર લાગશે GST
ગુજરાતના રાજકોટમાં બનેલા નવા બસ સ્ટેન્ડ પરિસરમાં થૂંકવા પર હવે જીએસટી સહિત દંડ વસૂલવામાં આવશે. રાજકોટ એસટી નિગમના નવા આદેશ અનુસાર હવે બસ સ્ટેન્ડ પરિસરમાં થૂંકતા પકડાશે તો જીએસટી સહિત 200 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. તમને જણાવી દઇએ કે ગઇકાલે જ બસ સ્ટેન્ડ પરિસરમાં થૂંકવાના ગુનામાં એક મહિલાને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનાવેલા આવેલું નવું બસ સ્ટેન્ડ શનિવારથી શરૂ થયું છે. લગભગ 156 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર કરવામાં આવેલું આ બસ સ્ટેન્ડ હાઇટેક સુવિધાઓની સજ્જ છે. આ બે માળના બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે 20 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત સુપર માર્કેટ, ફૂડ કોર્ટ, વ્હીલચેર અને એરકંડિશ વેટિંગ હોલ પણ છે.
