સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (09:14 IST)

ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કાર ઉપર તલવારથી કેક કાપી, વીડિયો વાયરલ થયો

સરકારી કાર ઉપર ઉભા રહી તલવારથી કેક કાપી જન્મદિવસની જાહેરમાં ઉજવણીનો એક વીડિયો વાયરલ થયો છે. જે અંકલેશ્વરના માંડવા ગામનો હોવાનું અનુમાન છે. પોલીસે હજી તેની પુષ્ટી કરી નથી. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની નેમ પ્લેટ વાળી આ કાર સુરત પાર્સિંગની હોવાનું જણાઇ રહ્યું છે. સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ માટે તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણીનો ટ્રેન્ડ હવે ખતરનાક રીતે વધી રહ્યો છે. હવે રાત્રે શહેરમાં ટોળે વળી સરકારી કાર ઉપર ઉભા રહી તલવારથી કેક કાપી બર્થ ડેની ઉજવણી કરાઈ હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સરકારી કાર ઉપર ઉભા રહી કરાયેલી જાહેરમાં ઉજવણીના વાયરલ થયેલા વિડીયોએ ભરૂચ પંથકમાં ચર્ચાઓ જગાવી છે. છાયાપુરી રેલવે સ્ટેશન સામે ધીરજબા નગરમાં કર્ફ્યૂ દરમિયાન યુવકનો જાહેરમાં તલવારથી કેક કાપતો વીડિયો વાઈરલ થયો હતો. પોલીસે બર્થડે બોય ફૈઝાન વોહરાની સહિત 6ની અટકાયત કરી છે. છાણીમાં ગુરુવારે મોડી રાતે બર્થડેની ઉજવણીનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં યુવક તલવારથી એક કરતાં વધુ કેક કાપતો હતો અને બીજા અનેક લોકો બર્થડેની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. વિડિયો વાઈરલ થતા છાણી પોલીસ દોડતી થઈ હતી. તપાસમાં છાયાપુરી રેલવે સ્ટેશન સામે ધીરજબા નગરમાં રહેતા ફૈઝાન ગુલામ અલી વોહરાની બર્થડેની ઉજવણી કરાઈ હતી. ફૈઝાન તલવાર લઈ કેક કાપી રહેલો દેખાઈ રહ્યો છે. પોલીસે ફૈઝાન ગુલામ અલી વોહરા સહિત 6 શખ્સનો અટકાયત કરી હતી. રાજ્યમાં જન્મદિવસની ઉજવણીમાં જાહેરમાં કેક કાપવાનો વીડિયો વાયરલ થવાની ઘટનાઓ વધવા માંડી છે. અમદાવાદમાં ર્ફ્યૂ હોવા છતાં લબરમુછીયા ભેગા થઈને જાહેરમાં બર્થ ડેની ઉજવણી કરતાં હતાં. આ ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. પોલીસે આ વીડિયોને લઈને તપાસ શરુ કરી હતી. જેમાં તે શહેરના ખાડિયા વિસ્તારનો વીડિયો હોવાનું જાણવા મળ્યું હતું.પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ખાડિયા વિસ્તારમાં રહેતા યુવકનો જન્મ દિવસ હતો. જન્મ દિવસની ઉજવણી માટે તેના મિત્રો ભેગા થયાં હતાં. આ મિત્રોનું એક એવું ગૃપ છે જે બર્થ ડે ઉજવવા માટે ભેગા થાય છે. તેઓ તલવારથી કેક કાપે છે. આ સમગ્ર બાબત કાયદાકિય રીતે ગુનો બને છે. જન્મ દિવસની ઉજવણીમાં હાજર રહેલા તમામ છોકરાઓ 11મા ધોરણમાં ભણે છે. ગુરુવારે રાત્રે આ વિદ્યાર્થીઓ ભેગા થયા હતાં અને તેમણે બર્થ ડે બોય પાસે તલવારથી કેક કપાવી હતી. આ ગૃપમાં એક યુવકને છોડીને તમામ સગીર વયના હતાં. જેથી પોલીસે તે મુજબ કાર્યવાહી હાથ ધરી છે