બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 જુલાઈ 2019 (14:57 IST)

જૂનાગઢના પરાજયમાં ક્યાંક કોંગ્રેસની ભૂલ થઈ છેઃ હાર્દિક પટેલ

અમરોલીમાં પાટીદાર આંદોલન દરમિયાન 2015માં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ સામે નોંધાયેલા રાજદ્રોહ કેસમાં આજે સેશન્સ કોર્ટમાં હાજર રહ્યો હતો. અને જુનાગઢમાં થયેલી કોંગ્રેસની હાર અંગે જણાવ્યું હતું કે, જુનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉતારવામાં કાચા પડ્યા હશે. કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે. હાર-જીત લોકતંત્રનો નિયમ છે અને તેને સ્વિકારવામાં આવે છે. જુનાગઢ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર સાબિત કરવામાં કમજોર સાબિત થયા છીએ. પાટીદાર આંદોલન દરમિયાન હાર્દિક પટેલ વિરુદ્ધ અમરોલીમાં રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. જેમાં 26 જૂનના રોજ તારીખ હતી.જોકે, હાર્દિક પટેલ હાજર ન રહેતા 24 જુલાઈની તારીખ પડી હતી. જેથી આજે હાર્દિક પટેલ કોર્ટની કાર્યવાહીમાં હાજરી આપી હતી. કોર્ટ બહાર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, જેટલા પણ કેસોએ તેમાં શાંતિપૂર્ણ રીતે ન્યાય પ્રક્રિયામાં સાથ આપવાનો પ્રયાસ છે. અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં હાજરી આપી છે. અને કોર્ટ દ્વારા વધુ સુનાવણી 30 જુલાઈના રોજ રાખવામાં આવી છે.