સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 એપ્રિલ 2018 (15:35 IST)

હવે જીવનું જોખમ નથી તેથી સરકારે હાર્દિક પટેલની વાય કેટેગરીની સુરક્ષા પાછી ખેંચી

કેન્દ્રની મોદી સરકારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની વાય પ્લસ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. સુરક્ષા મુલ્યાંકન બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે. ઇન્ટેલિજન્સ બ્યુરોના રિપોર્ટ નવેમ્બર 2017માં હાર્દિક પટેલને વાય કેટેગરીની સુરક્ષા મળી હતી. જો કે હાર્દિક પટેલનું કહેવુ છે કે સુરક્ષા પાછી ખેંચવા અંગે તેમને કોઈ માહિતી નથી. વાય પ્લસ કેટેગરી હેઠળ પાટીદાર નેતા હાર્દિક પટેલને કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ)ના આઠ જવાનોની સુરક્ષા મળી હતી. વાય પ્લસ સિક્યોરિટીથી સજ્જ થઇને હાર્દિક પટેલ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ ચૂંટણી પ્રચાર કરતા નજરે પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા હટાવવાનો નિર્ણય કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ગઇકાલ મંગળવારે લીધો હતો અને ત્યાર બાદ આ નિર્ણય વિશે સીઆઇએસએફના અધિકારીઓને માહિતી આપવામાં આવી છે. મીડિયા રિર્પોર્ટ અનુસાર કેન્દ્રિય ગૃહ મંત્રાલયએ જણાવ્યુ કે ઇન્ટેલિજન્સ બ્યુરો તરફથી સુરક્ષાની સમીક્ષા બાદ હાર્દિક પટેલની વાય પ્લસની સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે હાર્દિકના જીવને કોઈ જોખમ નથી તેથી હવે સુરક્ષા હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં હાર્દિક પટેલ મધ્ય પ્રદેશના ઉજૈનમાં ભાજપ વિરૂદ્ધ ચૂંટણી પ્રચાર કરતા હતા ત્યારે તેમના પર આટલી સુરક્ષા વચ્ચે પણ શાહી ફેંકવામાં ઘટના બની હતી અને શાહી ફેંકનાર શખ્સે મધ્ય પ્રદેશમાંથી હાર્દિકને નિકળી જવાની ધમકી પણ આપી હતી. જ્યાર બાદ તે શખ્સની અટકાયત કરાઇ હતી.