શુક્રવાર, 24 ઑક્ટોબર 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 (17:03 IST)

BJP MLA હાર્દિક પટેલને મોટી રાહત, સરકારે પરત લીધો રાજદ્રોહનો કેસ

Hardik Patel Sedition Case
Hardik Patel Sedition Case: ગુજરાત બીજેપીના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. રાજ્ય સરકારે હાર્દિક પટેલનો રાજદ્રોહનો કેસ પાછો લીધો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને તેના મિત્રો વિરુદ્ધ રાજદ્રોહનો મામલો પરત લીધો છે.  પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને તેના મિત્રો વિરુદ્ધ રાજ દ્રોહનો મામલો નોંધાયો હતો. આંદોલન પછી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય ગયા હતા. 
 
2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા  હાર્દિક પટેલ ભાજપમાં જોડાયા હતા. હાર્દિક પટેલ હાલમાં અમદાવાદ જિલ્લાના વિરમગામથી ધારાસભ્ય છે. ગુજરાતમાં 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું. આ પછી, રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પદ છોડવું પડ્યું. આ આંદોલનને કારણે, 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ફક્ત 99 બેઠકો જીતી શક્યું.
 
હાર્દિક પટેલે સરકારના આ નિર્ણય પર કરી વાત 
રાજ્ય સરકારના આ નિર્ણય પર હાર્દિક પટેલે ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે ગુજરાતમાં પાટીદાર આંદોલન દરમિયાન સમુદાયના ઘણા યુવાનો સામે દાખલ કરાયેલા ગંભીર રાજદ્રોહના કેસ ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર દ્વારા પાછા ખેંચી લેવામાં આવી રહ્યા છે. સમાજ વતી, હું ગુજરાતની ભાજપ સરકારનો ખાસ આભાર માનું છું.