શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2025 (11:18 IST)

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ સુધી પડશે હાડ ધ્રુજાવનારી ઠંડી, તાપમાનમાં આવશે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો

Gujarat Weather Update: ગુજરાતમાં& વર્તમાન દિવસોમા રાહત પછી ફરીથી ઠંડી હવાઓ અને જીવલેણ શીતલહેર આવી છે.  રાજ્યના અનેક ભાગોમાં તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો છે. ગઈકાલે જ ગુજરાતમાં તાપમાન 14-15 ડિગ્રીની આસપાસ રહ્યું. આગામી 48 કલાક સુધી રાજ્યમાં ભારે ઠંડી રહેશે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઠંડી અને ભારે પવનને કારણે લોકો ધ્રુજી રહ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 દિવસ સુધી રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. જોકે, આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
 
મોસમ વિભાગના આંકડા 
મોસમ વિભાગના આંકડા મુજબ ગુજરાતમાં તાપમાન 8.6 થી લઈને 19.4 ડિગ્રી ની વચ્ચે રહેશે. રાજ્યમાં સૌથી ઓછુ તપમાન નલિયામા 8.6 ડિગ્રી નોંધાયુ છે. બીજી બાજુ ઓખામાં તાપમાન 19.4 ડિગ્રી નોંધવામાં આવ્યુ. મોસમ વિભાગ મુજબ ગુજરાતમાં આ ઠંડીનો દોર ઉત્તર ભારતથી આવી રહેલી ઠંડી  હવાઓને કારણે પરત આવી છે. અમદાવાદમાં તાપમાન 14.3 ડિગ્રી નોંધવામાં આવ્યુ. જો કે થોડા દિવસ પહેલા તપમાન 11.4 ડિગ્રી હતુ. જોકે અગાઉ શહેરનુ તાપમાન 11.4 ડિગ્રી હતુ. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પણ તાપમાન 13.4 ડિગ્રી પર પહોચી ગયુ છે.  
 
શહેરોમાં તાપમાનમાં ઘટાડો
હવામાન વિભાગના અહેવાલ મુજબ, ગઈકાલે રાત્રે રાજ્યનું તાપમાન અમદાવાદમાં 
14.3 ડિગ્રી, ડીસામાં 11.1, ગાંધીનગરમાં 13.4, વિદ્યાનગરમાં 14.2, વડોદરામાં 13.8, સુરતમાં 16.6, દમણમાં 15.6, ભુજમાં 13.4, નલિયામાં 8.6, કંડલામાં 16.0, કંડલામાં 16.0, કંડલા બંદર, 1.3, કંડલામાં 1.3 ડિગ્રી. ભાવનગરમાં 13.9, દ્વારકામાં 16.7, ઓખામાં 19.4, પોરબંદરમાં 12.2, રાજકોટમાં 10.7, કારદરમાં 16.3, દીવમાં 12.1, સુરેન્દ્રનગરમાં 14.0, મહુવામાં 13.5 અને કેશોદમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.