બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 જુલાઈ 2020 (10:00 IST)

કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની નેતાઓને ચેતાવની- ગદ્દારી કરી તો...

કોંગ્રેસમાં જોડાયાના લાંબા સમય બાદ કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા હાર્દિક પટેલને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલે દાવો કર્યો છે કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે. 
 
બીજી તરફ હવે હાર્દિક પટેલે કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણીમાં કેવી રીતે નેતાઓને ટિકીટ આપવામાં આવશે તે સંબંધમાં નિવેદન આપ્યું છે. એવું લાગી રહ્યું છે કે માનો હાર્દિકે પોતાનું વલણ બતાવીને કાર્યકર્તાઓને સુધારવાનો ઇશારો કર્યો હોય. 
 
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કહ્યું કે આપણે યુવા ભગત સિંહ વિચારધારાવાળા કાર્યકર્તા છે, ગદ્દારી કરી તો ઘરે આવીને જવાબ આપીશું. હવે પાર્ટીઓમાં એવા જ લોકોને ટિકીટ મળશે કે જે પાર્ટીના જૂના અને મજબૂત કાર્યકર્તા હશે. આ ઉપરાંત હાર્દિક પટેલે કહ્યું કે પૈસાથી સોદો કરનાર લોકોને ઘરે બેસાડી દેવામાં આવશે. 
 
આ પહેલાં હાર્દિક પટેલે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજીનામા આપવા સંબંધમાં નિવેદન આપ્યું હતું કે સત્તાધારી પક્ષ કરોડો રૂપિયા આપે છે જેના કારણે પૈસાની લાલચમાં ધારાસભ્ય પક્ષ છોડીને ગયા છે. 
 
બીજી તરફ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલે હવે ગુજરાતના લોકોનો સંપર્ક શરૂ કરી દીધો છે. હાર્દિક પટેલે સોમનાથ અને વડોદરામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોની મુલાકાત કરીને તેમની મુશ્કેલીઓ સાંભળી છે. 
 
હવે હાર્દિક પટેલના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ તેમની સામે પેટાચૂંટણીની 8 સીટો જીતવાને લઇને મોટો પડકાર છે. પાટીદાર અનામત આંદોલન બાદ હાર્દિક પટેલે કોંગ્રેસથી પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરી છે. 26 વર્ષની ઉંમરમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયાના 16 વર્ષમાં જ કાર્યકારી અધ્યક્ષ બની ગયા છે. 
 
હાર્દિકે પટેલે 2022માં ગુજરાતમાં કોંગ્રેસના સરકાર બનાવવાનો દાવો કર્યો છે પરંતુ હવે દાવાને કેટલો સફળ બનાવવા માટે હાર્દિક કેટલા પ્રયત્ન કરી રહ્યા છે. તે તો આગામી સમયમાં ચૂંટણીમાં કોંગ્રેસની સીટો કયા પ્રકારે વધે તેના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હાર્દિકના નિવેદનથી સ્પષ્ટ થઇ ગયું છે કે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા કોંગ્રેસના જૂના નેતાઓને ટિકીટ આપવામાં આવશે.