કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી ફરી ચર્ચામાં

fatafat news
Last Modified બુધવાર, 12 ફેબ્રુઆરી 2020 (15:49 IST)
કોંગ્રેસ નેતા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટથી ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. હાર્દિકની સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ છે. જેમાં લખ્યું છે કે, ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસે મારી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ચાર વર્ષમાં મારી ઘણા બધા કેસોમાં ધરપકડ થઇ છે, ત્યારે આ કેસમાં કોઈ પ્રકારની કાર્યવાહી થઇ નથી અને મેં ગુજરાત પોલીસને મારી વિરુદ્ધના કેસો વિશે માહિતી માંગી હતી, ત્યારે તેમાં અન્ય તમામ કેસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ આ કેસનો ક્યાંય ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને એકપણ વખત મને નોટિસ મળી નથી. પંદર દિવસ પહેલા અચાનક પોલીસ મારી અટકાયત કરવા માટે મારા ઘરે આવી હતી, પરંતુ હું ઘરે ન હતો. આ કેસમાં મારા આગોતરા જામીનની પ્રક્રિયા હાઇકોર્ટમાં ચાલી રહી છે. જલ્દી મળીશું. ભારત માતા કી જય.


આ પણ વાંચો :