શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 ડિસેમ્બર 2023 (13:04 IST)

Hit and Run in Rajkot - હાઈવે પર હિટ એન્ડ રનમાં બેનાં મોત

Accident on Gujarat Rajasthan border, 4 killed as car collides with private travel
રાજ્યમાં તેજ ગતિએ ચાલતા વાહનોનો કહેર યથાવત છે. આ રીતે બેદરકારીથી ચાલતા વાહનોને કારણે અનેક માસુમ લોકો અકાળે મોતને ભેટે છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાં બની છે.  સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પર  હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. છાલયા તલાવ નજીક અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે અજાણ્યા વાહન સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા છે. અજાણ્યાં વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયા હતા. જામનગરથી ગાંધીનગર જતાં હતાં ત્યારે લીંબડી નજીક અકસ્માત સર્જાયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.