ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 10 ઑગસ્ટ 2022 (09:53 IST)

પોરબંદરના ભારવાડા ગામે હિટ એન્ડ રનની ઘટના, કારચાલકે બે વ્યક્તિને કચડતાં બંનેના મોત

accident
પોરબંદરના ભારવાડા ગામે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા કાર ચાલકે બે વ્યક્તિઓને હડફેટે લેતાં બંનેના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. કારે બેન્ચ પર બેસેલા બે ગ્રામજનોને કચડી નાખતાં પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. જો કે નાસી છૂટનારા કાર ચાલકને ઝડપી પાડવા સ્થાનિક પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારવાડા ગામના બસ સ્ટેન્ડ પર રાત્રીના સમયે કેટલાક સ્થાનિક ગ્રામજનો બેઠા હતા. તે દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે એક કાર ધસી આવતાં તેણે બસ સ્ટેન્ડની બેન્ચ પર બેઠેલા બે લોકોને અડફેટે લીધા હતા.કારે જોરદાર ટક્કર મારતા ગંભીર રીતે ઘવાયેલા બે લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. ત્યારબાદ સ્થાનિકોની મદદથી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પોરબંદરની સરકારી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જો કે આ સમગ્ર હિટ એન્ડ રનની ઘટનામાં ઠોકર મારી બે વ્યક્તિનાં મોત નિપજાવી નાસી છુટનારા આરોપી કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.