શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 જાન્યુઆરી 2022 (08:10 IST)

અમદાવાદમાં વેક્સિન લેનારા 5 બાળકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઇપેડ અપાયા

અમદાવાદ શહેરમાં 15 થી 18 વર્ષની વયના બાળકોને વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. 3 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધી વેકસીન લેનાર આ વયની ઉંમરના બાળકોને લકી ડ્રો મારફતે આઇપેડ આપવાની જાહેરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી.

આજે પ્રજાસત્તાક દિવસે મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા શાહપુર ખાતે ધ્વજવંદન કાર્યક્રમ બાદ 3 બાળકીઓ સહિત 5ને આઇપેડ આપવામાં આવ્યા હતા. ધો. 8-11 અને 10માં અભ્યાસ કરતા આ બાળકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. જેમાં હિમાંશુ બિમલભાઈ સૈની, જ્ઞાનજ્યોત વિદ્યાવિહાર, ચાંદલોડિયા, સરગરા હેતલ દશરથભાઈ શિવ સ્કુલ,વાસણા, મિતલ કરશનભાઈ ભૂતિયા આર્મી પબ્લિક સ્કુલ, માધુપુરા, સોલંકી નેહા બાલાભાઈ, વિશ્વભરતી સ્કુલ અને પરમાર જયપાલ જગતસિંહ સાર્વજનિક સ્કુલ, સરખેજને આઇપેડ આપવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં તમામ નાગરીકોને કોરોના વેક્સિન મળી રહે તે મારું તબક્કા વાઈઝ વેકસીનેશન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે. જે અંતર્ગત 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના તમામ બાળકોનું વેક્સિનેશન થાય તે માટે શહેરની તમામ પ્રાઇવેટ-મ્યુનિસિપલ શાળાઓમાં સર્વે હાથ ધરી વેકસીન આપવાની કામગીરી કરવામાં આવેલ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અત્યાર સુધીમાં અંદાજે 2.22 લાખ જેટલા અંદાજીત 15 થી 18 વર્ષના બાળકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે.