સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 જાન્યુઆરી 2021 (13:14 IST)

અમદાવાદમાં 1100થી વધુ રસી લેનાર આરોગ્ય કર્મીઓમાંથી કેટલાક લોકોને ઉલટી,અશક્તિ અને દુઃખાવાની આડઅસર જોવા મળી

રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિન આપવામાં આવી હતી. જેના 48 કલાક બાદ અમદાવાદમાં વેક્સીન લેનાર 1100થી વધુ રસી લેનાર આરોગ્ય કર્મીઓમાંથી કેટલાક લોકોને સામાન્ય આડઅસર જોવા મળી છે. ગંભીર લક્ષણોમાં વ્યક્તિને ઉલટી, અશક્તિ અને હાથ પર દુઃખાવો જેવી કમ્પ્લેન આવી છે. ઉપરાંત માથાનો દુઃખાવાની વધુ ફરિયાદ જોવા મળી છે.

અમદાવાદમાં વેક્સીન લેનાર ડોકટર પરિવારમાંથી એવા અને સોલા હોસ્પિટલમાં આસી પ્રોફેસર પેથોલોજીમાં ફરજ બજાવતા ડો. નિરાલી શાહે જણાવ્યું હતું કે બે દિવસમાં કોઈ ખાસ આડઅસર તેમને જોવા મળી નથી. રવિવારે સાંજે માથામાં દુઃખાવાની ફરિયાદ હતી. જેના માટે તેઓએ દવા લીધી હતી અને તેમને સારું થઈ ગયું હતું. જેને કોઈ ખાસ આડઅસર ગણી શકાય નહીં. સામાન્ય રીતે રૂટિન લાઈફમાં પણ માથું દુઃખે છે તેવી રીતે આ દુઃખાવો જણાયો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના વડા અને DYMC ડો. ઓમપ્રકાશે જણાવ્યું હતું કે કેટલાક લોકોને વેક્સીન લીધા બાદ આડઅસરની ફરિયાદો મળી છે. ફરિયાદો આવી રહી છે જેને અમે સ્ક્રુટોનિગ કરી કરી રહ્યા છીએ. સામાન્ય લક્ષણો જેવા કે માથાનો દુખાવો, હાથ પર દુઃખાવો થવો એવી સમસ્યા સામે આવી છે કોઈ પણ વેક્સિન લઈએ તો નાના મોટી અસર થાય છે. પણ આ કોઈ મેજર અસર નથી. બે- ચાર લોકોને મેજર કહેવાય એવી ફરિયાદ છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં વેકસીન લેનાર તમામ ફ્રન્ટ લાઈન વોરિયર ફિટ અને હેલ્ધી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનની શરૂઆત કરવી હતી. આજે 48 કલાકથી વધુ સમય થયો હોવા છતાં કોઈને પણ સામાન્ય અસર પણ થઈ નથી. હવે વેક્સિન લેનાર તમામ ફ્રન્ટ લાઈન વોરિયર ફિટ અને હેલ્ધી હોવાની સાથે અન્ય મેડિકલ સ્ટાફ વેક્સીન લેવા તૈયાર છે.સિવિલમાં અત્યાર સુધી મેડિકલ સ્ટાફે વેક્સિન લીધી છે. જેના કારણે લોકોમાં એવી ભ્રમણા હતી કે વેક્સિનની આડ અસર થશે અને તેના કારણે વેક્સિનની પ્રક્રિયા ધીમી પડશે.પરંતુ સિવિલ હોસ્પિટલમાં વેક્સિન લેનાર તમામ મેડિકલ સ્ટાફ ફિટ છે અને તેઓ અન્ય સ્ટાફને પણ વેક્સિન લેવા માટે પ્રેરિત કરે છે.