શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 જાન્યુઆરી 2021 (12:21 IST)

શીતલહેરના લીધે વિઝિબિલિટીમાં ઘટાડો, અમદાવાદ-દિલ્હી સહિત 3 ફ્લાઇટ રદ

ઉત્તર ભારતમાં થયેલી શીતલહેરની અસર ફ્લાઇટના શિડ્યુઅલ પર પણ જોવા મળી હતી. અમદાવાદ આવતી-જતી 10 ફ્લાઇટો 45 મિનિટ કરતાં મોડી પડી હતી અને 3 કેન્સલ કરાઇ હતી. મોડી પડનારી ફ્લાઇટોમાં ગો-એરની ત્રણ અને સ્પાઇસ જેટની 7 ફ્લાઇટનો સમાવેશ થાય છે. મોડી પડનારી મોટાભાગની ફ્લાઇટોમાં ઉત્તર ભારતની ફ્લાઇટનો સમાવશ થાય છે. ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે.જેની અસર ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિંગમાં થાય છે. આ સ્થિતિમાં ફ્લાઇટો પોતાના શિડ્યુઅલ કરતાં મોડી પડી રહી છે.
 
ખરાબ હવામનાના કરણે આજે શનિવારે એરપોર્ટ પરથી હવાઇ સેવા રદ કરવામાં આવી છે. ઉત્તર ભારતમાં શીતલહેરના લીધે ફ્લાઇટના ટાઇમ ટેબલ પર જોવા મળી છે. ઉત્તર ભારતમાં ઠંડી અને ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે.જેની અસર ફ્લાઇટના ટેકઓફ અને લેન્ડિંગમાં થાય છે. અમદાવાદ આવતી જતી 10 ફ્લાઇટ પર પોણા કલાક કરતાંવધુ મોડી પડી છે જ્યારે 3 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. મોડી પડનારી ફ્લાઇટોમાં ગો-એરની ત્રણ અને સ્પાઇસ જેટની 7 ફ્લાઇટનો સમાવેશ થાય છે. 
 
પ્રાપ્ત માહિતી અનુસાર રન વેની આસપાસ મોટાભાગે છવાયેલા ધુમ્મસના કારણે અમદાવાદ-નાગપુર, હૈદરાબાદ-અમદાવાદ, નાગપુર-અમદાવાદ, અમદાવાદ-કાનપુર, અમદાવાદ-પટણા, અમદાવાદ-પૂણે, કાનપુર-અમદાવાદ, પૂણે-અમદાવાદ, પટણા-અમદાવાદ, કોલકાતા-અમદાવાદ ફ્લાઇટ મોડી પડી છે. જ્યારે ગો એરની અમદાવાદ-દિલ્હી, સ્પાઇસ જેટની અમદાવાદ-દરભંગા, અમદાવાદ-જમ્મુ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. જેના કારણે મુસાફરોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ હવામાનને જોતાં મોટાભાગના મુસાફરોએ ટિકિટ કેન્સલ કરાવી દીધી છે તથા જેમને જવું હતું તે બીજી ફ્લાઇટમાં ટિકીટ ટ્રાંસફર કરાવી દીધી છે.
 
હવામાન વિજ્ઞાન વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર 16 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ધુમ્મસના કારણે આ સિલસિલો યથાવત રહે છે. બિહારમાં કોલ્ડ-ડે તથા શીતલહેર યથાવત છે. જ્યારે ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.