શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (14:57 IST)

અદાણીને છ ઍરપૉર્ટ સંચાલન માટે મળે તે પહેલાં નાણા મંત્રાલયે વાંધો ઉઠાવ્યો

2019માં ઍરપૉર્ટના ખાનગીકરણની પ્રક્રિયા પર કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય અને નીતિ આયોગે વાંધો ઉઠાવ્યો હતો. જેને ધ્યાન પર લીધા વિના અમદાવાદ ઍરપૉર્ટ અદાણી જૂથને આપવા માટેનો રસ્તો સાફ કર્યો હતો.
 
અમદાવાદ, લખનૌ, મૅંગ્લોર, જયપુર, ગુવાહાટી અને થિરુવનંથપુરમ આ છ ઍરપૉર્ટનું ખાનગીકરણ કરવું એ એનડીએ સરકારનો ખાનગીકરણનો સૌથી મોટો પ્રોજેક્ટ હતો.
 
કેન્દ્ર સરકારની પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કમિટીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયની પ્રોસેસની પ્રપોસલની ચર્ચા 11 ડિસેમ્બર, 2018માં કરી હતી.
 
આની ચર્ચાના દસ્તાવેજ ઇન્ડિયન એક્સપ્રેસના હાથમાં લાગ્યા હતા.
 
આર્થિક બાબતોના મંત્રાલયે કહ્યું હતું કે "આ છ ઍરપૉર્ટ પ્રોજેક્ટ મૂડીરોકાણવાળો પ્રોજેક્ટ છે, નાણાકીય જોખમ અને કામગીરીના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને હરાજીમાં ભાગ લેનારને એક કંપનીને બે કરતાં વધુ ઍરપૉર્ટ આપવા ન જોઈએ. જુદી જુદી કંપનીઓને પ્રોજેક્ટ આપવાથી સ્પર્ધામાં પણ સરળતા રહેશે.”
 
નીતિ આયોગે ઍરપૉર્ટની હરાજીને લઈને કહ્યું, "હરાજીમાં ભાગ લેનાર વ્યક્તિની ટેક્નિકલ ક્ષમતામાં ઘટાડો પ્રોજેક્ટને જોખમમાં મૂકી શકે છે અને સરકાર જે ગુણવત્તાની સેવા આપવા બાધ્ય છે તેની સાથે સમાધાન કરે છે."
 
અદાણી ગ્રૂપ સાથે અનુભવી જીએમઆર ગ્રૂપ, ઝ્યુરિચ ઍરપૉર્ટ અને કોચીન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ લિમિટેડ જેવાં અનુભવી એકમોએ ભાગ લીધો હતો.