બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (23:22 IST)

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો

ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, તો સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ઘટી રહી છે. જેના કારણે એક્ટિવ કેસો સતત વધી રહ્યાં છે. કોરોના વાઈરસના નવા ઘાતક ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વચ્ચે આજે રાજ્યમાં 71 નવા કેસ નોંધાયા છે.
 
આજે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી
10મી ડિસેમ્બરે રાજ્યમાં 3 દર્દીનાં મોત નોઁધાયા છે. એ પહેલા 5મી ડિસેમ્બરે 1નું મોત નોઁધાયું હતું. અગાઉ 20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.72 ટકા થયો છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં કોરોનાથી કુલ 7 અને નવેમ્બરમાં 5 દર્દીના મોત નોંધાયા છે. અગાઉ રાજ્યમાં 16 સપ્ટેમ્બર સુધી સતત 50 દિવસ સુધી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા ન હતા.
 
524 એક્ટિવ કેસ અને 8 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 28 હજાર 77ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 98 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 17 હજાર 455 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 480 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 516 દર્દીની હાલત સ્થિર છે.