મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (09:17 IST)

પાલનપુરના મોટાગામમાં દલિત યુવકના પરિવારે સાફો બાંધતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીખળખોરોએ પથ્થરો ફેંક્યા

પાલનપુર ડીસા હાઈવે પર આવેલા મોટા ગામમાં સોમવારે અનુસૂચિત જ્ઞાતિના યુવકના વરઘોડામાં સાફા પહેરવાના મુદ્દે હોબાળો સર્જાયો હતો કેટલાક ટીખળખોર યુવકોએ હુરીઓ બોલાવીને છુટા પત્થર ફેંકાયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતા. એક દિવસ અગાઉ જ આર્મીમાં ફરજ બજાવતા વરરાજાના મોટાભાઈએ વરઘોડા માટે પોલીસ રક્ષણ માગ્યું હતું. દરમિયાન પોલીસની હાજરીમાં બખેડો થતાં પોલીસે સુલેહ શાંતિનો ભંગ ન થાય એ બદલ 151 હેઠળ બે જણાની અટકાયત કરી હતી. પાલનપુર તાલુકાના મોટા ગામમાં શેખલીયા પરિવારમાં અતુલ કુમારના લગ્ન હતા જેને લઈ અતુલના મોટાભાઈ સુરેશભાઈએ ભાઈના લગ્ન ધામધૂમથી કરવા માટે ઘોડીનું નક્કી કર્યું હતું જોકે ગામલોકોને આ બાબતની જાણ થતા જ રવિવારે બેઠક મળી હતી અને આ મુદ્દો ચર્ચાયો હતો અને પરંપરાગત જે રીતે પ્રસંગો કરવામાં આવે છે તેવી રીતે જ પ્રસંગ કરવામાં આવે તેવી ચર્ચાઓ કરી હતી જોકે બેઠકમાં સુરેશભાઈએ આ પ્રકારનું લેખિત માગતા કોઈએ જવાબો આપ્યા ન હતા અને ઉભા થઈ જતા રહ્યા હતા. જોકે સુરેશભાઈએ પોતાના પરિવાર અને આગેવાનો સાથેવાત કરતાં અંતે ઘોડી લાવવાનું કેન્સલ કરાયું હતું અને સોમવારે સવારે મોટા ગામમાં ગામની વચ્ચોવચ જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડીજે બેન્ડ સાથે વરઘોડો નીકળ્યો હતો જોકે પરિવારના કેટલાક સભ્યો એ માથે સાફા પહેર્યા હતા. જેને લઇ મોટા ગામના કેટલાક યુવાઓએ હુરિયો બોલાવ્યો હતો અને પથ્થરો ફેંક્યા હતા.આર્મીમેન સુરેશભાઈ એ તુરંત જિલ્લા પોલીસને ધ્યાન દોરતા વધારાની પોલીસ પણ મોટા ગામે પહોંચી ગઈ હતી જોકે વરઘોડો યોજ્યા બાદ જાન પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં પહોંચી હતી અને સમાજના લોકો સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરી હતી. જોકે પોલીસે બંને પક્ષે સમાધાન કરાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અને ગામમાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી મહેન્દ્રને ગણપતજી નામના બે યુવકોની 151 હેઠળ અટકાયત કરી લોકઅપમાં મૂકી દીધા હતા.