સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 નવેમ્બર 2021 (15:38 IST)

રાજકોટમાં ચારમાંથી માત્ર એક જ દીકરો માતાને સાચવતો, તેને હૃદયની બીમારી હોવાથી અસક્ષમ બન્યો તો ત્રણ ભાઈએ માતાને સાચવવાની ના પાડી દીધી

રાજકોટમાં રહેતા એક વયોવૃદ્ધ માતાને સંતાનમાં ચાર- ચાર દીકરા હોવા છતાં પથારીવશ હોવાને કારણે લાચારી ભોગવવાની નોબત આવી હતી. વૃદ્ધાને 4 દીકરા હતા જેમાંથી માત્ર એક જ દીકરો એની સારસંભાળ રાખતો હતો. સમય જતાં એને હૃદયની બીમારી હોવાને કારણે તે માતાની સારસંભાળ રાખવા માટે અસક્ષમ બનતા તેને બીજા ત્રણ ભાઈઓની મદદ માગી હતી, પરંતુ એમને પણ સારસંભાળની ના પાડતા આખરે એક વ્યક્તિએ 181ની મદદ માગી હતી.181ની ટીમે વૃદ્ધાના દીકરાનું કાઉન્સેલિંગ કરીને જવાબદારીનું ભાન કરાવ્યું હતું.રાજકોટ 181 મહિલા હેલ્પલાઈન ટીમને એક વ્યક્તિએ જાણ કરેલ કે એક વૃદ્ધ માજી છે જેને ચાર દીકરા છે અને એક દીકરી છે માજી પથારીવશ છે દીકરાઓ રાખવાની ના પાડે છે. કોલ આવતા કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા અને મહિલા કોન્સ્ટેબલ પુષ્પાબેન બાબરિયા તથા ચાંચિયા કૌશિકભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા માજી બોલી કે સાંભળી નહોતા શકતા. માજી ફક્ત જોઈ શકતા હતા માજી ખાટલામાંથી ઊભા પણ થઈ શકતા નહોતા. પીડિતા માજીને તેમનો સૌથી નાનો દીકરો સાચવતો હતો માજીના બીજા ત્રણ દીકરા હતા પરંતુ એકેય ધ્યાન નહોતા આપતા નાનાભાઈ બીમાર રહે છે હૃદયની બીમારી હોય માજીને ઊંચકી નથી શકતા માજી પોતે ચાલી શકતા નથી, શૌચાલય જવા માટે લઈ જવાની પણ તકલીફ છે, માજીને બીજા પણ દીકરા છે એ રાખતા ન હતા. આથી તે દીકરાઓને બોલાવેલ તે દીકરાઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાંથી એક ત્રીજા નંબરના દીકરાએ એવું જણાવેલ કે તેમના પત્નીની પ્રસૂતિ વખતે માતા આવ્યા ન હતા આથી નહીં સાચવે. આથી તે દીકરાને કાયદાનું ભાન કરાવ્યું હતું. મોટો દીકરો માજીને રાખવા કહે તો રાખવા અને ભરણપોષણ આપવાનું હોય તો તેવી રીતે પણ તૈયાર છે, પરંતુ ત્રીજા નંબરનો દીકરો સમજતો ન હોય કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતા કાર્યવાહી માટે નારી કોર્ટમાં અરજી અપાવેલ છે.