બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 સપ્ટેમ્બર 2022 (11:10 IST)

વાવ વાયરલ ફિવરના ભરડામાં, બે ખૂટી પડતાં દર્દીઓ રઝળી પડ્યા

રાજ્યમાં સતત વાતાવરણ થઇ રહેલા ફેરફાર લીધે ક્યારેક ગરમી તો ક્યારેક ઠંડક પ્રસરી રહી છે. એક તરફ વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો બીજી તરફ ઉકળાટ થઇ રહ્યો છે. ત્યારે આવા વાતારવરણના લીધે રાજ્યમાં વાયરલ ફિવરના કેસમાં વધારો થયો છે. ત્યારે વાવ પંથકમાં વાયરલ ફિવરના કેસ વધતાં હોસ્પિટલો ઉભરાઇ રહી છે. 
 
ગત 7 દિવસમાં 200 થી વધુ ઓપીડી ચોપડે નોંધાઇ છે. સતત વાયરલ ફિવરના વધી રહેલા કેસના લીધે હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે. બેડના અભાવે અમુક દર્દીઓ બેડ ખાલી થવાની રાહ જોઇ રહ્યા છે તો બીજી તરફ અમુક જગ્યાએ એક બેડમાં બે દર્દીઓ જોવા મળી રહ્યા છે. 
 
વાવ પંથકમાં વરસાદના લીધે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાથી વાયરલ ફિવર અને તાવ, શરદી, ખાંસી, પેટના રોગોમાં વધારો થતાં વાવ રેફરલમાં રોજની 300 જેટલી ઓપીડી નોંધાઇ રહી છે. જ્યારે છેલ્લા 6 દિવસમાં 1500 થી વધુ ઓપીડી નોંધાઇ છે. 
 
જુની ઓપીડી તો અલગ જેને લઈ રેફરલમાં બેડ ઓછા પડતા દર્દીઓ બાટલા હાથમાં લઈ બેડ ખાલી થવાની રાહ જોઈ બેસવાની નોબત આવી છે. જ્યારે અમુક બેડમાં તો બબ્બે દર્દીઓ સારવાર લેતા જોવા મળ્યા હતા. વાવ તાલુકાની રેફરલ હોસ્પિટલ 30 બેડની છે. દર વર્ષે ચોમાસામાં રોગચાળો વધુ હોય છે. જેને લઈ તાલુકાની હોસ્પિટલ હોઈ વધુ બેડની સુવિધા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.