શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 જૂન 2021 (15:01 IST)

વડોદરામાં ભારત માતાની જય’ બોલનારને ટીમ રિવોલ્યુશન લિટર પેટ્રોલ મફત આપશે

દેશભરમાં વધતા જતા પેટ્રોલના ભાવને લઈ શહેરની ટીમ રિવોલ્યુશન સંસ્થા દ્વારા અનોખો વિરોધ કરાશે. જે અંતર્ગત સોમવારે સુભાનપુરાના હાઈટેન્શન રોડ પર ઇન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પર સવારે 11 વાગ્યાથી ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ સામાન્ય નાગરીકોને 1 લિટર પેટ્રોલ મફત આપશે. પેટ્રોલ મફત મેળવવા ભાજપના કાર્યકરો કે નેતાઓ પાસે ભાજપનો ખેસ, સ્ટીકર કે કાર્ડ હોવું જરૂરી છે. સામાન્ય નાગરીકો વંદે માતરમ અને ભારત માતા કી જય બોલશે તેમને પેટ્રોલ મફત અપાશે. 300 લોકોને પેટ્રોલ આપશે.
ટીમ રિવોલ્યુશન સંસ્થાના સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, જ્યારે ભાજપ પાર્ટી સત્તા પર ન હતી ત્યારે પેટ્રોલમાં રૂા.1 નો ભાવ વધતો ત્યારે વિરોધ કરતી હતી. હવે ભાજપ સત્તા પર છે ત્યારે પેટ્રોલનો ભાવ રૂા. 95 સુધી પહોંચી જવા છતાં વિરોધ નથી થઈ રહ્યો. બીજી તરફ વિપક્ષ એટલો નબળો છે કે કોંગ્રેસ પણ એક શબ્દ નથી બોલી રહ્યો. પેટ્રોલના ભાવવધારાથી જનતાની કમર તૂટી ગઈ છે. આજે ગાડીઓ શોકેશમાં મૂકવાનો વારો આવ્યો છે ત્યારે ટીમ રિવોલ્યુશન દ્વારા સુભાનપુરા હાઈટેન્શન રોડના ઈન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પર સવારે 11 વાગે અનોખી રીતે પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ કરવામાં આવશે. સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે, લોકોને મફત 1 લિટર પેટ્રોલ અપાશે. જે બીજેપીના મેમ્બર છે, જે લોકો પેજ પ્રમુખથી લઈને મિનિસ્ટર છે તેમને મફત પેટ્રોલ આપીશું. ખાસ કરીને જે સામાન્ય લોકો જેમણે ભાજપને વોટ આપ્યા છે તેઓ કહેશે કે ભારત માતા કી જય,વંદે માતરમ તેમને પણ મફતમાં 1 લિટર પેટ્રોલ આપીશું. આ બાબતની પ્રેરણા અમને ભાજપના સી.આર. પાટીલ પાસેથી મળી છે. કોરોના દરમિયાન રેમડેસીવીર નહોતાં મળતાં ત્યારે પાટીલ મફતમાં ઈન્જેકશન આપતા હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને અમે તેમની પાર્ટી ભાજપના કાર્યકરો-નેતાઓને મફતમાં પેટ્રોલ આપીશું. સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, પેટ્રોલપંપના માલિક પાસેથી 1 લિટર પેટ્રોલની કુપન લેવામાં આવી છે. હાલ 300 કુપન લીધી છે. જ્યારે વધારે લોકો મફત પેટ્રોલ લેવા આવશે તો તેમને પણ પેટ્રોલ મફતમાં આપીશું. સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, લોકોના ફોન કરીને પૂછે છે કે અમે ભાજપના કાર્યકર છીએ, પરંતુ અમારી પાસે કાર્ડ નથી. કોર્પોરેટર લખી આપશે તો મફત પેટ્રોલ આપશો. સંસ્થાએ આ લોકોને માત્ર ભારત માતા કી જય,વંદે માતરમ બોલશો તો પણ મફત પેટ્રોલ પુરી આપીશું કહ્યું છે.