મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 16 નવેમ્બર 2019 (18:18 IST)

INDvBAN, 1st Test: ભારતે બાંગ્લાદેશને એક દાવ અને 130 રનથી હરાવ્યુ

ભારતે શનિવારે ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં બાંગ્લાદેશને પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના ત્રીજા દિવસે જ એક દાવ અને 130 રનથી હરાવ્યુ.  બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં 150 રન પર સમેટાઈ ગઈ. જેના જવાબમાં ભારતે પોતાનો પ્રથમ દાવ છ વિકેટ પર 493 રન બનાવીને ડિકલેર કર્યો. બાંગ્લાદેશની ટીમ બીજા દાવમાં 213 રન જ બનાવી શકી.  ભારતે આ રીતે બે મેચોની શ્રેણીમાં 1-0થી બઢત બનાવી.  બીજી અને અંતિમ મેચ 22 નવેમ્બરથી કલકત્તામાં રમાશે.  જે દિવસ રાતની રહેશે. 

ઈન્દોર ટેસ્ટમાં ટોસ જીતીને પહેલી બેટિંગ કરતાં બાંગ્લાદેશની ટીમ પહેલી પારીમાં જ 150 રન પર જ ધ્વસ્ત થઈ ગઈ હતી. ભારતે તેનાં જવાબમાં પોતાની પહેલી પારીમાં 6 વિકેટ પર 493 રન બનાવીને પારી ઘોષિત કરી દીધી હતી. ભારતે પહેલી પારીનાં આદાર પર 343 રનોની લીડ મેળવી હતી. બીજી પારીમાં ભારતીય બોલર્સે મહેમાન બાંગ્લાદેશ ટીમને 213 રન પર આઉટ કરીને પારી અને130 રનોથી જીત હાંસલ કરી હતી.
 
બીજા દાવમાં બાંગ્લાદેશની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. ટોપ બેટ્સમેન ઈમરૂલ કાએસ ફરી એકવાર નિષ્ફળ રહ્યો અને છ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. મેહમાન ટીમનો સ્કોર 16 રન જ થયો હતો ત્યા જ તેમને  બીજો ઝટકો લાગી ગયો હતો. કેપ્ટન મોમિનુલ હક પણ પોતાની ટીમને સંભાળી શક્યો ન હતો. અને સાત રન બનાવીને આઉટ થઈ ગયો હતો.