મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 ડિસેમ્બર 2023 (12:52 IST)

અમદાવાદમાં IPS અધિકારી રાજેન સુસરાની પત્નીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

Rajen Susra's wife committed suicide
Rajen Susra's wife committed suicide
અમદાવાદ શહેરમાં IPS અધિકારીની પત્નીએ આપઘાત કરતાં ચકચાર મચી જવા પામી છે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા IPS રાજેન સુસરાના પત્નીએ આપઘાત કર્યો હોવાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયાં છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ આપઘાતને લઈને સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના થલતેજ વિસ્તારમાં સાંગરિલા બંગ્લોઝમાં IPS અધિકારી રાજેન સુસરા પરિવાર સાથે રહે છે. તેમની પત્નીએ આજે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતાં સમગ્ર પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે. તેમણે કયા કારણે આપઘાત કર્યો તે અંગે હાલ કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી. આ અંગે ઝોન-7 DCP તરૂણ દુગ્ગલે મીડિયાને જણાવ્યું હતું કે, અમને માહિતી મળ્યા બાદ અમારી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. હાલ આપઘાત પાછળનું કારણ અમને જાણવા મળ્યું નથી. પોલીસ તમામ બાબતે તપાસ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે, તેઓ ગઈકાલે જ સુરતથી અમદાવાદ પરત આવ્યા હતાં. વલસાડમા મરિન સિક્યોરિટી SP રાજન સુસરાએ પાટીદાર અનામત આંદોલન વખતે અભૂતપૂર્વ ભૂમિકા ભજવી હતી. એ વખતે આનંદીબહેન પટેલ સરકારમા તેઓ મોરબી કે સુરેન્દ્રનગર જિલ્લામા SP હતા. તેમણે હાર્દિક પટેલને જેલ ભેગા કર્યા હતા.