મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 1 મે 2022 (11:47 IST)

ગુજરાતમાં ભાજપ આપની બીકે વહેલી ચૂંટણી યોજવા જઈ રહ્યો છે?' કેજરીવાલ

kejriwal
હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે શનિવારે એક ટ્વીટ કરીને ભાજપને સવાલ પૂછ્યો હતો કે શું તેઓ આવતા અઠવાડિયે ગુજરાત વિધાનસભાનું વિસર્જન કરીને ચૂંટણી યોજવાની તૈયારી કરી રહ્યો છે? શું તેઓ આપથી આટલા બધા ગભરાઈ ગયા છે?
 
અહેવાલ પ્રમાણે આમ આદમી પાર્ટીએ આ માસની શરૂઆતમાં પોતાના આંતરિક સર્વેમાં તેમને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 58 બેઠકો મળશે તેવું તારણ જાહેર કર્યું હતું.

સર્વે પ્રમાણે આપને ગ્રામીણ મતદારો અને શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના મત મળી શકે છે.

જોકે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડીને પાર્ટીના ઘણા આગેવાનો વહેલી ચૂંટણી યોજાશે તેવી વાત અંગે નન્નો ભણી ચૂક્યા છે.