શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 26 ઑક્ટોબર 2021 (16:59 IST)

કાર્યકર્તાનું અપમાન ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે તે ભારતીય જનતા પાર્ટીની મૂડી છે.:- સી.આર.પાટીલ

રવિવારે વાપીના પારડી વિધાનસભાના મતવિસ્તારમાં પેજ કમિટી, પેજ પ્રમુખના કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, પેજ કમિટીની વાતો આખા ગુજરાતમાં થઇ પરંતુ હવે આખા દેશમાં થાય છે. ઘણા રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો હવે ગુજરાત આવીને પેજ કમિટીના પાઠ ભણવા લાગ્યા છે અને આપણી પણ જવાબદારી છે કે પાઠ બરાબર ભણાવવા અને આપણે પણ એકડો બરાબર ઘૂંટી લેવો જોઈએ. પેજ કમિટી કોઈ તાકાત નથી આ એક સિસ્ટમ છે, તાકાત તો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ જ છે. કાર્યકર્તાનું અપમાન ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે તે ભારતીય જનતા પાર્ટીની મૂડી છે. 
 
મને દેશમાં સૌથી વધારે લીડથી વિજય મળ્યો છે, પરંતુ તેનું કારણ માત્ર અને માત્ર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જનતા પ્રત્યેની ભાવના અને લાગણી છે. આપણી બીજી મુડી કાર્યકર્તાઓએ મતદાતાઓ સાથે સંપર્ક કર્યો છે પ્રજાની ગેરસમજ અને મુશ્કેલીઓ કાર્યકર્તા દૂર કરી છે અને જો કોઈ ભૂલ થઈ હોય તો ઉમેદવાર વતી ઉમેદવારોને ખબર પણ ન હોય તે રીતે મતદાર પાસે માફી પણ માગી લે છે અને આગળ થી આમ નહીં થાય તેની ખાતરી પણ આપે છે. 
 
હું કાર્યકર્તાઓની કાર્યપદ્ધતિ સમજુ છું આપણા એક નિર્ણયથી નીચે પેજ સુધી પહોંચી જાય અને આ એક સિસ્ટમ કાર્યકર્તાઓની ફોજ છે. મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવા અને ઉમેદવારોને મત આપવા માટે પ્રેરે અને સમજાવે અને વ્યવસ્થા કરે આ માત્ર સંગઠનથી જ થઈ શકે છે અને કાર્યકર્તાઓની મહેનતનું આ કારણ છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને નીચે કમિટી સુધી જઈને મતદાન કરાવવાની તાકાત ધરાવનાર આ સૌ આગેવાનો કાર્યકર્તાઓ છે આ બંનેનો સમન્વય આપણી પાસે છે એટલે અજય થયો છે અને આ અજય હોવો જરૂરી છે. 
 
સી.આર.પાટીલ સાહેબે વધુમાં જણાવ્યું કે, ફોટો કેવો છે એના આધારે મતદાન નથી થતું મતદાન તમે કામ કેવું કર્યું છે એના આધારે થાય છે. મે મહેનત કરી જ નથી મહેનત કાર્યકર્તાઓએ કરી છે, મે માત્ર સિસ્ટમ આપી છે અને કાર્યકર્તાઓએ તેનું અનુકરણ કર્યું છે અને એના કારણે આ પરિણામ આજે જોવા મળી રહ્યું છે. 231 માંથી 205 તાલુકા પંચાયત, 31 માંથી 31 જીલ્લા પંચાયત, જેમાં કોંગ્રેસનું ખાતું પણ નથી ખૂલ્યું અને ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ સિંગલ ડીજીટમાં રહ્યું છે, 6 માંથી 6 મહાનગરપાલિકા પણ આપણે જીત્યા છીએ, 81 માંથી 75 નગરપાલિકામાં ભાજપા એ ભગવો લહેરાવ્યો છે. 
 
આ બધી જીત માંથી સી.આર.પાટીલ નો એક પણ મત નથી સી.આર.પાટીલની કોઈ મહેનત નથી, મારું કોઈ યોગદાન નથી આ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પ્રત્યેની લાગણી અને વિશ્વાસ અને કાર્યકર્તાઓએ કરેલી મહેનતનું પરિણામ છે અને તેનો જશ કાર્યકર્તાઓને જ મળવો જોઈએ. પેજ કમિટીનો કાર્યકર્તા એક મતદાતા છે અને તેને કાર્યકર્તામાં રૂપાંતર કરી અને એક જવાબદારી આપણે આપી છે અને તે ચોક્કસ નિભાવે પણ છે.
 
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ, ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરી, સાંસદ કે.સી પટેલ, પ્રદેશના ઉપપ્રમુખ ઉષાબેન પટેલ, વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારા, જિલ્લાના પ્રભારી શીતલબેન સોની, મધુભાઇ કથીરિયા, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડ જીલ્લા મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, કમલેશભાઈ પટેલ, સતિષભાઈ પટેલ, વાપી શહેર પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, મિતેશભાઇ દેસાઈ, દિલીપભાઈ પાટીલ, પરેશભાઈ દેસાઈ, મહેશભાઈ દેસાઈ, હેમંતભાઇ પટેલ, સુરેશભાઈ પટેલ, સરદાર ધિરાણ બેંકના ચેરમેન જીતુભાઈ દેસાઈ, કમલેશભાઈ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.