ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ડિસેમ્બર 2021 (19:38 IST)

જમ્મુ કાશ્મીર - અવંતીપોરાના ત્રાલ સેક્ટરમાં સુરક્ષાબળો સાથેની મુઠભેડમાં 2 આતંકવાદીઓ થયા ઠાર

જમ્મુ કાશ્મીર (Jammu-Kashmir) રાજ્યમાં વધતી જતી ઠંડી સાથે આતંકવાદી ગતિવિધિઓ પણ વધવા લાગી છે અને સતત એન્કાઉન્ટરના અહેવાલો મળી રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં શનિવારે સવારે શોપિયાના ચૌગામ વિસ્તારમાં એન્કાઉન્ટર બાદ અવંતીપોરાનો ત્રાલ વિસ્તાર (Tral area) ના હરદુમીરમાં પણ બપોરે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 2 આતંકીઓને ઠાર કર્યા છે. 
 
કાશ્મીર ઝોન પોલીસે અવંતીપોરા જિલ્લાના ત્રાલ વિસ્તારના હરદુમીર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેના એન્કાઉન્ટરની માહિતી આપી હતી. એન્કાઉન્ટર વિશે માહિતી આપતા જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજીપી કાશ્મીર વિજય કુમારે(Vijay Kumar) કહ્યું કે સુરક્ષા દળો સાથેની આ અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા છે.