મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (14:53 IST)

ઇનામદારના રાજીનામાંના પડઘા ગાંધીનગર સિવિલમાં, જીતુ વાઘાણીની તબિયત લથડી

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની તબિયત લથડી છે. જીતુ વાઘાણીની નાદુરસ્ત તબિયતને લઈને તેમના નિવાસસ્થાને તબીબો બોલાવાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જીતુ વાઘાણી હાલ પુરતા વડોદરા પહોંચે તેવી શક્યતા નથી. ગાંધીનગર સિવીલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ બોલાવાઈ છે. અને તેમને હોસ્પિટલ રવાના કરવામાં આવ્યા છે. આ અંગે જીતું વાઘાણી એ જણાવ્માયુંહતું કે, મારી તબિયત સારી છે ફિઝિયોથેરાપી માટે જવુ છું. આ અંગે ડો. દીપક પરમારે જણાવ્યું હતું કે, જીતુભાઈને પગમાં માઇનોર મચકોડ છે. ફિઝિયોથેરાપી ની ટ્રીટમેન્ટ ચાલુ છે. સાથે સાથે શરદી ખાંસી નોર્મલ છે. પ્રવાસ કરી શકે છે. તેમની પર નિર્ભર છે.ગત રોજ ભાજપ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાના વિસ્તારમાં કામ નહિ થવાના મુદ્દે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું.  તેના બહુ ઘેર પ્રત્યાઘાત પડ્યા છે. ધારાસભ્યના રાજીનામાં ના પગલે નગરપાલિકાના પ્રમુખ અને સભાસદો તથા તાલુકા પંચાયતના પણ ઘણા બધા સભ્યો એ એક સાથે રાજીનામાં ધરી દીધા છે. અને આમ વડોદરા ભાજપમાં મોટો ભડકો થયો છે.