સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 9 જાન્યુઆરી 2023 (12:04 IST)

નાળીયેરની કાચલીમાંથી બન્યું જ્વેલરી બોક્સ...જુઓ ખાસ સ્ટોરી

આજકાલ લગ્ન અને અન્ય શુભ પ્રસંગોએ ડેકોરેશનનું  મહત્વ ઘણું બધું વધી ગયું છે અને ઘણા ક્રિએટીવ લોકો અલગ અલગ વસ્તુઓ ક્રિએટ કરીને અદભુત ડેકોરેશન કરતા હોય છે. લગ્નમાં છાબ રાખવા માટે કે પછી કોઈ ગીફ્ટ વસ્તુ આપવા માટે જુદા જુદા પેકિંગ બનાવવાનો ક્રેઝ પણ ચાલી રહ્યો છે ત્યારે રાજકોટનાં હિનલ રામાનુજે પણ વેસ્ટમાંથી બેસ્ટ ક્રિએટ કરીને પોતાની કલાનો પરિચય આપ્યો છે. 
 
લગ્નમાં જ્વેલરી બોક્સની ખાસ જરૂર પડતી હોય છે અને જવેલર્સ દ્વારા આપવામાં આવતા જ્વેલરી બોક્સ  આઉટ ઓફ ફેશન ગણાય છે ત્યારે હિનલ રામાનુજે નાળીયેરની કાચલીનો ઉપયોગ કરીને સુંદર જ્વેલરી બોક્સ બનાવ્યું છે. તેમને આ પ્રકારનું જ્વેલરી બોક્સ બનાવતા એક થી બે દિવસ જેટલો સમય લાગે છે. આ બોક્સમાં વીંટી અને પાટલા પણ રાખી શકાય છે. આ જ્વેલરી બોક્સને  ચેઈન થી બંધ પણ કરી શકાય છે. નાળીયેરની કાચલીને સ્ટોન, આભલા અને લેસ વગેરેથી ડેકોરેટ કરવામાં આવે છે. 
 
હિનલબેન ક્રિએટીવીટીનાં માસ્ટર ગણાય છે અને કાંઇક ને કાંઇક નવું કરતા રહે છે. તેમને નવું નવું ક્રિએટ કરવાનો શોખ પણ છે અને પ્રોફેશનલી પણ કામ કરી રહ્યા છે. તેમનું ક્રીએશન માત્ર લગ્ન પ્રસંગ પુરતું મર્યાદિત  રહેતું નથી પણ અન્ય શુભ પ્રસંગો માટે પણ તેઓ નવી નવી વસ્તુઓ ક્રિએટ કરીને સૌને અચંબામાં નાખી દ્યે છે.