રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર , બુધવાર, 10 મે 2023 (10:53 IST)

Kalol News : ST બસે 4 મુસાફરો કચડાયાં

accident
કલોલમાં એસટી બસના અકસ્મતામાં ચારના મોતના સમાચાર સામે આવ્યા છે. બસની રાહ જોઈને ઉભેલા મુસાફરો પર બસ ફરી વળી હતી જેમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.અમદાવાદ તરફ જઈ રહેલી વિરમગામ ડેપોની મીની બસે મુસાફરોને ટક્કર મારી છે. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે. હાલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
 
 આ અકસ્માતની મળતી માહિતી મુજબ એસટી બસ ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. સવારે 7.18 કલાકે આ ઘટના ઘટી હતી. ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે.  ખાનગી બસે એસટી બસને ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. GJ-18-Z-8881 નંબરની સરકારી બસને ખાનગી બસે ટક્કર મારી હતી.  AR-01-Q-7291 નંબરની ખાનગી બસે ટક્કર મારી હતી.  ઇજાગ્રસ્તોને સારવાર માટે પહેલા કલોલ અને બાદમાં ગાંધીનગર ખસેડવામાં આવ્યા છે.