ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 21 એપ્રિલ 2022 (15:20 IST)

લગ્ન પછીની કેટરીનાનુ લુક જોઈને ફેંસ બોલ્યા Wow

katrina kaif
આલિયા ભટ્ટને લગ્ન પછી પહેલીવાર પબ્લિક એરિયામાં પિંક કલરના સલવાર કુર્તામાં મંગળસૂત્ર અને બંગડીઓ વગર જોઈને લોકોને સીધુ અભિનેત્રી કટરીના કૈફનુ લુક યાદ આવી ગયુ જે લગ્નના તરત પછી બિલકુલ એક નવી નવેલી દુલ્હન જેવી જોવા મળી હતી. નવી નવેલી દુલ્હન હોય કે પછી ગ્લેમર અવતાર ફેંસને કેટરીનાનુ દરેક લુક ગમે છે. તાજેતરમાં કેટરીનાએ ઓફ વ્હાઈટ સ્વેટ શર્ટમાં પોતાની કેટલીક તસ્વીરો શેયર કરી છે. જેને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે. 
ક્યૂટ લુકમાં જોવા મળી કેટરિના
તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ તસવીરો પોસ્ટ કરતી વખતે કેટરીના કૈફે કોઈ કેપ્શન આપ્યું નથી, માત્ર હાર્ટ ઈમોજી બનાવી છે. તસ્વીરોમાં કેટરીના સફેદ કલરના ફુલ સ્લીવ ડ્રેસમાં તેના વાળ  સાથે રમતી જોવા મળે છે. ચહેરા પર સુંદર સ્મિત અને આંખોમાં પ્રેમની ચમક સાથે કેટરિનાની આ તસવીરો સ્પષ્ટપણે તેની સુંદરતા દર્શાવે છે. આ તસવીરો ચાહકોને એટલી પસંદ આવી રહી છે કે થોડી જ મિનિટોમાં તેના પર ત્રણ લાખની નજીક લાઈક્સ આવી ગયા હતા. આ તસવીરોની એક ખાસ વાત એ છે કે તેમાં કેટરિના નો મેકઅપ લુકમાં છે, પરંતુ તેમ છતાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
આ રીતે થઈ રહ્યા છે વખાણ
 
 તસવીરો પર ટિપ્પણી કરતા ટીવી એક્ટ્રેસ મિની માથુરે લખ્યું, 'આટલી સુંદર કેમ'. સાથે જ શ્વેતા બચ્ચને હાર્ટ ઈમોજી બનાવીને તેના વખાણ કર્યા છે. ફેન્સ કેટરીનાની સ્માઈલ અને તેની સ્ટાઈલ બંનેના ખૂબ વખાણ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, તમારી સ્મિત અમૂલ્ય છે. જ્યારે એક ચાહકે લખ્યું, ઓ વાહ વેરી ક્યૂટ. તમને જણાવી દઈએ કે કેટરિના જલ્દી જ સલમાન ખાન સાથે ફિલ્મ ટાઈગર 3 માં જોવા મળશે. આ સાથે તેણે ફિલ્મ ભૂતમાં પણ જોઈ શકાશે.