રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 જાન્યુઆરી 2020 (14:14 IST)

અમદાવાદમાં યોજાયો 'ખાદી ટુ કિનખાબ' ફેશન શો

આર્ટિસ્ટ અને ડીઝાઇર શ્રી ઉમંગ હઠીસિંહ દ્વારા ડીઝાઇન કરેલા અને રચવામાં આવેલા ભારતીય પરિધાનના ફેશન શૉ ખાદી ટુ કિનખાબ એ ભારતીય હસ્તકલા અને વસ્ત્રપરિધાનના અત્યંત સમૃદ્ધ વારસાને પ્રદર્શિત કર્યો હતો. રવિવારે સાંજે અમદાવાદ ડીઝાઇન વીક 2020ના ભાગરૂપે આયોજિત કરવામાં આવેલો આ ફેશન શૉ ભગવાન શ્રીકૃષ્ણના જીવનના ચાર તબક્કાની આસપાસ વણાયેલો હતો, જેણે વિવિધ કાપડ, પ્રિન્ટ્સ, ડીઝાઇન અને એમ્બ્રોઇડરીને લોકો સમક્ષ રજૂ કરી હતી. 
મલમલ જેવા કાપડ મારફતે શ્રી કૃષ્ણના બાળપણને અભિવ્યક્ત કરવામાં આવ્યું હતું, તો બ્લૉક પ્રિન્ટ્સ ધરાવતા ધૂમિલ અને ઘેરા રંગોના કલેક્શન મારફતે ગોધૂલી ટાણેના કિશોરવયના કૃષ્ણ અને ગોવાળીયાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું. તે જ રીતે, ગુજરાતની કળાને રાસલીલા મારફતે રજૂ કરવામાં આવી હતી, જેમાં કૃષ્ણને એક પ્રેમી તરીકે તથા રાધા અને ગોપીઓને દર્શાવવામાં આવ્યાં હતાં. દ્વારકાના રાજા એટલે કે દ્વારકાધીશ તરીકે શ્રી કૃષ્ણને સમૃદ્ધ બ્રોકેડ તથા એમ્બ્રોઇડરી કરેલા મખમલ અને રેશમમાં રજૂ કરવામાં આવ્યાં હતા.