1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 જાન્યુઆરી 2020 (14:20 IST)

ઉત્તરાયણનો રાજકીય રંગ, કોંગ્રેસ ઉડાવશે મોંઘવારીનો પતંગ, તો ભાજપ વહેચશે CAAના સમર્થવાળા પતંગ

તહેવારોમાં પણ હવે રાજકીય રંગ જોવા મળી રહ્યા છે. ટૂંક સમયમાં આવી રહેલા ઉત્તરાયણ ના તહેવારમાં પણ હવે કોંગ્રેસ અને ભાજપના રાજકીય રંગ જોવા મળશે. આ દિવસે કોંગ્રેસ મોંઘવારીનો પતંગ ઉડાડશે અને  ભાજપ સરકારની નિતીઓનો વિરોધ કરશે.  મોંઘવારીનો માર, જનતા પરેશાન. આ સૂત્ર સાથે ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસના કાર્યકરો ઉત્તરાયણની ઉજવણી કરશે. અને મોંઘવારીના આવાજ  સુત્રો સાથેની પતંગ ઉડાવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા આવા જ પતંગો તૈયાર કરવામાં આવ્યા છે.  જેમાં મોંઘવારીને લગતા જુદા જુદા સુત્રો નું લખાણ લખવામાં આવશે. આ અંગે વિપક્ષ નેતા પરેશ ધાનાણી એ જણાવ્યું હતું કે, મોંઘવારી જયારે આકશને આંબી રહી છે તો મોંઘવારીનો પતંગ પણ આકાશમાં ઉડાડીને તેનો વિરોધ કરવામાં આવશે. અને તેમને દેશમાં વ્યાપી રહેલી રહેલી મોંઘવારી પ્રત્યે કટાક્ષ કર્યો હતો. અને મોંઘવારીનો પતંગ ઉડાવ્યો હતો. અમદાવાદના તમામ 48 વોર્ડમાં વિરોધ વ્યક્ત કરવા માટે પતંગની વહેંચણી કરવામાં આવી છે. તો બીજી બાજુ ભાજપ પણ ઉત્તરાયણને લઈને ઉત્સાહમાં આવી ગયું છે. ભાજપ દ્વારા પણ ઉતરાયણને રાજકીય ઓપ આપવાનું નક્કી થઇ ગયું છે. રાજકોટ ભાજપ દ્વારા CAA ના સમર્થનમાં પતંગ વિતરણના કાર્યક્રમનું  આયોજન કરવામાં આવ્યું છે. સોમવારથી શહેરીજનોને CAAના સમર્થનમાં લખાણવાળી પતંગનું વિતરણ કરવામાં આવશે. રાજકોટ શહેરના તમામ વોર્ડના મુખ્ય સર્કલ ખાતે ભાજપ દ્વારા  પતંગ વિતરણ કરવામાં આવશે. જે માટે ભાજપ દ્વારા CAA ના સમર્થનમાં લખાણ વાળા 51000 પતંગ તૈયાર કરવામાં આવ્યા છે.