મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (18:22 IST)

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપ ટિકીટ આપશેઃ ભાજપની પાર્લામેન્ટરી બૉર્ડની બેઠક પૂર્ણ

ગુજરાત વિધાસનભાની પેટાચૂંટણી અંગે ભાજપની પાર્લામેન્ટરી બૉર્ડ દ્વારા અલ્પેશન ઠાકોર અને ધવલસિંહ ઝાલાને લગભગ ફાઈનલ કરી દેવામાં આવ્યાં છે. આગામી 21મી ઑક્ટોબરે યોજાનારા વિધાનસભાની 6 બેઠકો પરની પેટાચૂંટણી માટે ભાજપે મુરતિયાઓની પસંદગીની આખરી ઓપ આપી દીધો છે. રાધનપુર બેઠક પર અલ્પેશ અને બાયડ બેઠક પર ધવલસિંહ ઝાલાને પ્રચાર શરૂ કરી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. રાજ્યમાં 21મી ઑક્ટોબરે 6 વિધાનસભામાં પેટાચૂંટણીઓ યોજાશે. અમદાવાદની અમરાઈવાડી, સાબરકાંઠાની ખેરાલુ, બનાસકાંઠાની થરાદ, મહિસાગરની લુણાવાડા, તેમજ પાટણના રાધનપુર, અરવલ્લીની બાયડ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીઓ થશે.

આ બેઠકો માટે ભાજપે આજે મનોમંથન કરી કેટલાક નામોની ચર્ચા કરવામાં આવી હતી.અમરાઈવાડી વિધાનસભા બેઠક માટે સેવાસદનની સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પ્રવિણ પટેલ, પૂર્વ નાયબ મેયર અને શહેર મહામંત્રી કમલેશ પટેલ અને રમેશ પટેલ ઉર્ફે રમેશ કાંટા વાળાના નામની ચર્ચાઓ થઈ હતી. એક પ્રધાનના ખાસ હોવાના કારણે અમરાઈવાડીમાં રમેશ કાંટા વાળા પ્રબળ દાવેદાર છે.બનાસકાંઠાની થરાદ બેઠક પર ભાજપ પૂર્વ મંત્રી શંકર ચૌધરી, અથવા તો સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પરબત પટેલા નામની ચર્ચા કરી છે.

પરબત પટેલ મંત્રી હતા પરંતુ તેમને સંસદમાં લઈ જવાતા આ બેઠક પર તેમના પુત્રને ટિકિટ મળે તેના માટે ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે.ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પાટલના સાંસદ તરીકે વિજયી થતાં આ બેઠક ખાલી પડી છે. પાર્લામેન્ટરીન બૉર્ડમાં આ બેઠક માટે ધારાસભ્યના ભાઈ રામસિંહ ડાભી અને રમીલા દેસાઈના નામની ચર્ચા કરવામાં આવી છે. દાવેદારો અને નેતાઓએ પેટાચૂંટણીમાં ટિકિટ માટે કેન્દ્રીય નેતૃત્વ પર દબાણ સર્જવાની શરૂઆત કરી છે. જોકે, ભારતીય જનતા પાર્ટીમાં કોને ટિકિટ મળશે તેનો નિર્ણય પાર્ટીનું શિર્ષ નેતૃત્વ જ કરતું હોય છે.