શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 28 સપ્ટેમ્બર 2019 (13:38 IST)

મેરેજ એનિવર્સરીના આગળના દિવસે યુવકે આપઘાત કર્યો

અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવકે લગ્નની વર્ષગાંઠના આગળના દિવસે વોટ્સએપ સ્ટેટસમાં રડતો વીડિયો મુકીને આપઘાત કર્યો હતો. મૃતક યુવકને પાંચ વર્ષથી એચ.આઇ.વી એઇડ્સની બીમારી હતી જેની પ્રેમિકાને જાણ કર્યા બાદ લગ્ન કર્યા હતા. એઇડ્સ ગુપ્ત રોગ છે જેની ગોપનિયતા પણ જાળવવી જરૂરી છે તેમ છતાં યુવકની પત્ની તેની માતા અને ભાઈ લોકોને કહી બદનામ કરતા હતા. જેથી યુવકને મનમાં લાગી આવતા તેણે આપઘાત કર્યો હતો. અમરાઇવાડીમાં રહેતાં 27 વર્ષીય યુવકે ચાર વર્ષ પહેલાં એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. તેને એચ.આઇ.વી એઇડ્સની બિમારી હતી. પ્રેમિકાને બીમારીની જાણ કરી લગ્ન કર્યા હતા. યુવકને થયેલી એઇડ્સની સારવાર સિવિલ હૉસ્પિટલમાં ચાલતી હતી. પરિવારજનોને પણ આ બાબતની જાણ હતી. મૃતક યુવકના ઓશિકા નીચેથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં તેણે લખ્યું હતું, મારા પ્રેમને 12 વર્ષ પૂર્ણ થયા છે, આવતીકાલે મારી મેરેજ એનિવર્સરી છે. મારૂં લગ્નજીવન ખુબ સારૂ ચાલતું હતું અને મેં એચ.આઇ.વી.ની બિમારીની જાણ કર્યા બાદ જ મારી પત્ની સાથે લગ્ન કર્યા હતા. તેમ છતાં મારી સાસુ, મારો સાળો અને પત્ની લોકોને મારી બિમારીની જાણ કરીને મને બદનામ કરતા હતા. મારી સાસુ પત્ની સાથે અવારનવાર ઝઘડા કરાવી તેને પિયારમાં લઇ જતી હતી. મૃતક યુવકના પરિવારે પોલીસને જાણ કરી હતી, આ મામલે અમરાઇવાડી પોલીસે મૃતકની સાસુ, સાળો અને પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.