ખેડૂતનો અનોખો વિરોધ, ધોરાજીમાં ખેડૂતે સરકારને જગાડવા સમાધિનો યોજ્યો કાર્યક્રમ

farmer samadhi
Last Modified શુક્રવાર, 22 નવેમ્બર 2019 (15:00 IST)
રાજકોટ જીલ્લાના ધોરાજી માં ત્રણ ચાર દિવસ પહેલા ખેડૂતે પોતાનો મગફળી નો પાક નુકશાન થતાં પોતાનો મગફળી નો પાક બાળી નાખ્યો હતો અને ત્યાર બાદ અન્ય ખેડૂતે જતાં અને પાક વિમા મુદ્દે કપાસ ની સમાધિ લેવાનો કાર્યક્રમ કર્યો હતો અને ખેડૂત અગ્રણી એવા વિઠ્ઠલ ભાઈ હિરપરા સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વિમો મુદ્દે આવેદનપત્ર પાઠવવાયુ હતું. ત્યારબાદ પણ અન્ય આગેવાનો ખેડૂત અગ્રણી દ્વારા પાક વિમા મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં છતાં ૭૦૦ રૂપિયા ની પાક નિષ્ફળ જતાં પેકેજ જાહેરાત કરી હતી.

અત્યાર સુધી સરકારે કરેલ જાહેરાતનું અમલીકરણ થયું નથી અને ખેડૂતો સુધી આ રાહત પેકેજ મળ્યું નથી. ત્યારે ધોરાજીના અન્ય એક ખેડૂતે સોયાબીનનું વાવેતર કર્યુ હતું. તે દસ વીઘામાં વાવેતર કરેલું જે કમોસમી વરસાદ અને વાવાઝોડાં ને કારણે પાક નિષ્ફળ ગયેલા એક વીઘે વાવેતરનો ખર્ચ ૧૨૦૦૦ હજારનો થાય. અત્યારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ હાથમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો છે.

હવે નવું વાવેતર માટે ખેડૂત પાસે રૂપિયા રહયા નથી .જેથી પાક વિમો મુદ્દે અને સરકાર દ્વારા રાહત પેકેજ જે જાહેર કરેલ છે તે તાત્કાલીક ખેડૂતોને આપવામા આવે. જેથી શિયાળું પાક લેવાં માટે ખેડૂતોને રાહત રહે. જેથી સરકારને ઢંઢોળવા માટે અને સરકાર સુધી વાત અને માંગણીને લઈને આજ રોજ ધોરાજીનાં ખેડૂતે પોતાના વાડી ખેડૂતમાં સમાધિ કાર્યક્રમ કરીને અનોખો વિરોધ કર્યો હતો. ૧૦૦ ટકા વિમો તાત્કાલિક ખેડૂતો ને મળે તેવી માંગ કરી હતી અને વાડી ખેતરોમાં સમાધિ લેવાં નો કાર્યક્રમ કર્યો હતો.


આ પણ વાંચો :