ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર: , સોમવાર, 23 ડિસેમ્બર 2019 (11:08 IST)

હોમકમિંગ ૨૦૧૯: IIT ગાંધીનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના કોલેજના દિવસોની યાદોમાં સરી પડ્યા

ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ગાંધીનગર (આઈઆઈટી ગાંધીનગર)ની એલ્યુમનાઇ રિલેશન્સ ઓફિસ દ્વારા આયોજીત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની વાર્ષિક સંગોષ્ઠી, હોમકમિંગ ૨૦૧૯ આજે વિવિધ સ્નાતક અને અનુસ્નાતક બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે શરૂ થઈ. હોમકમિંગની આ ત્રીજી આવૃત્તિ છે જેમાં દેશ અને વિદેશથી આઇઆઇટી ગાંધીનગર ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમના અલ્મા મેટરમાં પાછા આવ્યા છે.

ભાગ લેનારા એલ્યુમનાઇને સંબોધતા આઈઆઈટી ગાંધીનગરના ડાયરેક્ટર પ્રો. સુધિર કે જૈને કહ્યું કે, “સંસ્થામાં મારા છેલ્લા દસ વર્ષમાં સૌથી સંતોષકારક બાબત એ છે કે આપણે એક સાથે મજબૂત વિદ્યાર્થી સંસ્કૃતિ, સંબંધો અને નેતૃત્વ ઘડી શક્યા છીએ. આપણે એ જ વિચારોને એલ્યુમનાઇ સંબંધોમાં પણ પરિવર્તિત કરવાનું કામ કરવાનું છે.” તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને થોડું આત્મનિરીક્ષણ કરવાનું કહ્યું અને સૂચવવા કહ્યું કે કઈ રીતે આપણે વધુ સારૂ કરી શકીએ અને આગળ સુધારી શકીએ.


આ કાર્યક્રમમાં આઈઆઈટી ગાંધીનગરના એલ્યુમનાઇ અફેર્સના પ્રોફેસર-ઇન-ચાર્જ પ્રોફેસર જેસોન મંજલીએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આવકારતા કહ્યું કે, "વિદ્યાર્થીના જીવનમાં કેમ્પસ એક ખૂબ જ રસપ્રદ સ્થાન છે, જેને કોઈ ક્યારેય ભૂલી શકતું નથી. હોમકમિંગ તમને તમારી વાર્તાઓ અને યાદો પર ફરીથી જીવવાની તક આપે છે.”

વિદ્યાર્થી બાબતોના સહયોગી ડીન પ્રો. મધુ વડાલીએ સંસ્થાના સ્ટુડન્ટ લીડરશીપ ઇનિશિયેટિવ વિશે વાત કરી હતી, જેમાં આઈઆઈટીના સ્નાતકો, જેમાંથી કેટલાક સમાજમાં નેતૃત્વ કરનારા બને છે, તેઓ આઈઆઈટી ગાંધીનગર ખાતે આવીને તેમના વિચારો વિદ્યાર્થીઓ સાથે શેર કરી શકે છે, જેથી વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણો વિકસે. એકેડેમિક અફેર્સના ડીન પ્રો. પ્રતીક મુથાએ એક અદ્યતન મેકર સ્પેસ બનાવવા માટે આઇઆઈટી ગાંધીનગરની એક મોટી શૈક્ષણિક પહેલ, મેકર ભવનની સ્થાપના વિશે વધુ માહિતી આપી હતી, જે ભારતની શ્રેષ્ઠ અને અન્ય વૈશ્વિક યુનિવર્સિટીઓની મેકર સ્પેસની સમકક્ષ હશે.

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમની કોલેજના દિવસોના સંસ્મરણો અને આઈઆઈટી ગાંધીનગર કેમ્પસના જીવનની ખુશીઓ શેર કરી હતી. જૂની મિત્રતાને વાગોળતાં અને એકબીજા સાથે, અધ્યાપકો અને વર્તમાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા તેઓ બધાએ યાદોની સમાન લાગણી અનુભવી હતી.

બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગની ૨૦૧૫ની બેચના પૂર્વ વિદ્યાર્થી અને હાલમાં સાન ફ્રાન્સિસ્કોમાં કાર્યરત રોનક મહેતાએ થોડા સમયાંતર પછી ઇન્સ્ટિટ્યૂટ પાછા આવવા અંગેની તેમની લાગણી શેર કરી અને કહ્યું, “હું લગભગ ૨-૩ વર્ષ પછી કેમ્પસમાં આવ્યો છું. કેમ્પસને ખૂબ સારી રીતે વિકસિત જોઈને હું એકસાથે ખૂબ જ ખુશી અને ઈર્ષ્યા અનુભવું છું. હું કેટલાક જૂના મિત્રો અને ફેકલ્ટીને મળવા ઉત્સુક છું.” રોનક યુનાઇટેડ સ્ટેટ્સમાં આઇઆઇટી ગાંધીનગર ફાઉન્ડેશનમાં પણ સક્રિય રીતે કામ કરે છે.


એમએસસી મેથ્સની ૨૦૧૭ બેચની વિદ્યાર્થીની ચારુ ગુપ્તા અને એમએસસી કેમિકલ એન્જિનિયરિંગની ૨૦૧૭ બેચની વિદ્યાર્થીની આયુષી ત્યાગીએ સંયુક્ત રીતે તેમના વિચારો શેર કર્યા અને કહ્યું, “આઈઆઈટી ગાંધીનગરમાં આંતરશાખાકીય સંસ્કૃતિ એ એક મહત્વપૂર્ણ બાબત છે જે અમે ખૂબ યાદ કરીએ છીએ. તેણે અમને જુદી જુદી શાખાઓમાંથી હોવા છતાં પણ એકબીજા સાથે જોડાવામાં મદદ કરી. હોસ્ટેલની ઇમારતોની સારી રીતે વિચારાયેલી ડિઝાઇનને કારણે હોસ્ટેલમાં પણ આ જ શક્ય હતું. અમે બે વર્ષ પછી આવી રહ્યા છીએ, ઘણી બધી બાબતો બદલાઈ ગઈ છે, પરંતુ અમે હજી પણ સંસ્થા સાથે જોડાણ અનુભવીએ છીએ.”

સાંજે સ્ટુડન્ટ એક્ટિવિટી સેન્ટરમાં મોનોપોલી, પોકર, સ્નૂકર, કેરમ, ફસબોલ જેવી મનોરંજક પ્રવૃત્તિઓ; પંચાયત સર્કલ ખાતે અનૌપચારિક વાતચીત, અને હોસ્ટેલ જલમંડપ નજીક કેમ્પફાયર ડિનરથી સહભાગીઓના ઉત્સાહમાં વધારો થયો હતો.

આવતીકાલે હોમકમિંગ ૨૦૧૯ના બીજા દિવસે ફેકલ્ટી સાથે અનૌપચારિક વાતચીતો થશે. આ પછી ઓપન માઇક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે, જ્યાં આઈઆઈટી ગાંધીનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમની વિવિધ પ્રતિભા પ્રદર્શિત કરશે.