રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 ડિસેમ્બર 2019 (16:11 IST)

સ્કૂલમાંથી પિકનિક ગયેલા અમદાવાદના બાળકનું મોત, રાઇડ બેસતાં પહેલાં કરજો સો વાર વિચાર

અમદાવાદના કાંકરિયા ખાતે આવેલી દિવાન બલ્લુભાઈ સ્કુલ દ્વારા મહી વોટર રિસોર્ટ ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કિશોર રાઈડની બહાર માથુ કાઢતા થાંભલા સાથે અથડાયું હતું જેથી તેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયાં તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારજનોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો.
 
મળતી માહિતી અનુસાર અમદાવાદ કાંકરીયામાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલ વિદ્યાર્થીઓને પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલા મહી વોટર રિસોર્ટમાં પ્રવાસમાં લઇ ગયા હતા. ત્યારે ધોરણ-8માં અભ્યાસ કરતો જીમીલ ગોપાલભાઇ કવૈયા સહિત અન્ય વિદ્યાર્થીઓ રિસોર્ટની રાઇડમાં બેઠો હતો. ત્યારે ગોળ ફરતી આ રાઈડમાંથી જીમિલે માથુ બહાર કાઢ્યું હતું. ત્યારે તેનુ રાઈડના માથુ થાંભલા સાથે ટકરાયું હતું. ગંભીર રીતે ઘાયલ થયેલા જીમિલને હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યું હતું.
 
આ બનાવને લઈ પરિવારજનોએ પોલીસમાં સ્કુલ સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે જેથી બાળકના મૃત દેહને પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
 
વધુમાં જીમીલ કવૈયાના વડોદરામાં રહેતા કુટુંબી ત્યાં આવ્યા હતા અને જણાવ્યું હતું કે, ‘રિસોર્ટમાં રાઇડ્સમાં બેસતા લોકો માટે પુરતી સુરક્ષાની કોઇ વ્યવસ્થા ન હોવાના કારણે જીમીલનું મોત થયું છે. રિસોર્ટના સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માંગણી છે. વિદ્યાર્થીના મોત બાદ અન્ય વિદ્યાર્થીઓમાં ડર ફેલાયો હતો. જીમિલના મોતની જાણ તેના પરિવારને કરાતા તેનો પરિવાર તાત્કાલિક વડોદરા દોડી આવ્યો હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે મહી વોટરગેટ રિસોર્ટમાં જે રાઈટ હતી, તેમાં કોઈ જ પ્રકારની સેફ્ટી ન હોવાનું આ ઘટના બાદ ધ્યાને આવ્યું હતું. વિદ્યાર્થીઓ હોવા છતા કોઈ જ તકેદારી લેવાઈ ન હતી. તો બીજી તરફ, રિસોર્ટમાં કોઈ સીસીટીવી કેમેરા પણ લગાવાયેલા નથી.