સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 25 માર્ચ 2021 (12:45 IST)

રાજ્યમાં 26 માર્ચથી લોકડાઉન થશે,તેવી અફવા ફેલાવી શ્રમિકોને વતન મોકલતા ટ્રાવેલ એજન્ટોની ધરપકડ

રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે અફવાઓએ પણ ભારે જોર પકડ્યું છે. સુરત, રાજકોટ, ભાવનગર, અમદાવાદ અને રાજકોટમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહેલું જોવા મળી રહ્યું છે. જેથી 26 માર્ચથી લોકડાઉન થવાની અફવાએ લોકોની ચિંતા વધારી દીધી છે. ખોટી અફવાઓથી સુરતમાં છેલ્લા અઠવાડિયાથી શ્રમિકો વતન પરત ફરવા લાગ્યા છે. જો કે સુરતમાં અમુક ટ્રાવેલ એજન્સી સાથે સંકળાયેલા લોકો જ આ અફવા ફેલાવી લોકોને ભય બતાવીને રૂપિયા ખંખેરી રહ્યા હોવાનું સામે આવતાં પોલીસે કાર્યવાહી કરી છે. પાંડેસરા પોલીસે લોકડાઉનની અફવા ફેલાવવાના આરોપસર અમુક લોકોની અટકાયત પણ કરી છે.