શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 એપ્રિલ 2022 (11:29 IST)

Expensive Lemons - લીંબુના ભાવ આસમાને પહોંચતા વધવા માંડી લીંબુની ચોરી, વધુ 140 લીંબુ ચોરાયા

Lemons
હાલ લીંબુના ભાવની બોલ બાલા છે. લીંબુના ભાવ પર સૌની નજર રહે છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુના ભાવ આસમાને પહોંચતાં સામાન્યમાં સામાન્ય માણસને પણ જેની અસર થઈ છે. લીંબુ પકવતાં ખેડૂતોના ચહેરા ચમકી ઉઠ્યા છે. તેની સાથે સાથે તેમણે લીંબુની સુરક્ષા પણ વધારવી પડી છે. કામરેજના કઠોર ગામે 6.5 વીઘામાં કરેલ લીંબુની વાડીમાંથી 140 કિલો જેટલા લીબુની ચોરી થઈ છે. લીંબુના ભાવ આસમાને પહોંચતાં તસ્કરો લીંબુ તરફ વળ્યા હોય તેમ લાગે છે.
 

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ લીંબુની માંગ વધી જાય છે. આ વર્ષે નવેમ્બર માસમાં થયેલા માવઠાને કારણે લીંબુંના પાકને માઠી અસર પહોંચી છે. લીંબુનો ઉતાર ઓછો આવતાં માર્કેટમાં માંગ સામે જથ્થો પૂરતો ન પહોંચતાં લીબુનો ભાવ આસમાન પહોંચ્યા છે. લીંબુનો ભાવ 400 રૂપિયે કિલો સુધી પહોંચી ગયો હતાં. જેની અસર ગૃહિણીના બજેટ પર પહોંચી હતી. લીંબુના ભાવની અસર સામાન્ય માણસને નડી રહી હતી. જ્યારે બીજી તરફ લીંબુ પકવતા ખેડૂતોને અત્યાર સુધીમાં સૌથી વધુ ભાવો મળ્યા હોવાની ખુશી હતી. પરંતુ સાથે સાથે ખેડૂતોએ લીંબુની સુરક્ષા પણ વધારવા પડી છે.
 
કામરેજ તાલુકાના કઠોર ગામે જયેશભાઈ પટેલે 6.5 વીંઘામાં 1450 લીંબુના ઝાડ ઉછેળ્યા છે. એક ઉતારમાં 250 મણ લીંબુનો ઉતાર આવી રહ્યો હતો. જેથી ખેડૂતને આર્થિક ફાયદો થયો હતો. સાથે સાથે ખેડૂતે લીંબુની સુરક્ષા પણ વધારવી પડી હતી. પરંતુ તસ્કરો ખેડૂતને માત આપી ગયા હતાં. બે - ત્રણ દિવસ અગાઉ ખેડૂતે ખેતરમાં તૈયાર થયેલા લીંબુને ઉતારી તેને અલગ અલગ કરી ખેતરમાં મુક્યા હતાં. રાત્રીના સમયે તસ્કરો 120થી 140 કિલો લીંબુની ચોરી કરી ગયા હતાં. જે અંગે બીજા દિવસે સવારે જથ્થો વિખેરાયેલો જોવા મળતાં ચોરી થયાનો અંદાજ આવ્યો હતો.