નવી મુંબઈ - ONGC પ્લાંટમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ, 7ના મોત અનેક ઘાયલ

મુંબઈ.| Last Modified મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (11:35 IST)
મુંબઈમાં ઓઈલ એંડ નેચરલ ગેસ કોર્પોરેશનના પ્લાંટમાં મંગળવારે સવારે લાગી ભીષણ આગથી સાત લોકોના મોત થઈ ગયા અનેક લોકો ગાયલ થઈ ગયા. મળતીમાહિતી મુજબ સવારે લગભગ 7 વાગ્યે નવી મુંબઈમાં ઓએનજીસીના કોલ્ડ સ્ટોરેજમાં આગના લપેટા ઉઠતા જોવા મળ્યા. જ્યારબાદ ફાયર બિગ્રેડને સૂચના આપવામાં આવી.

સૂત્રોના જણાવ્યા મુજબ, આગ સવારે લગભગ 7 વાગ્યાની આસપાસ લાગી હતી, હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ આવી ચૂકી છે અને ફાયર ફાઇટરોએ બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે. આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થઇ શક્યુ નથી. હાલ આગ હોલવવાની કામગીરી ચાલી રહી છે.

આગના વિકરાળ સ્વરૂપને જોતા આસપાસના વિસ્તારોને ખાલી કરાવામાં આવી રહ્યા છે. સ્થળ પર ફાયરબ્રિગેડની છથી વધુ ગાડીઓ પહોંચી ગઇ છે અને આગ બુઝાવાની કોશિષ કરાઇ રહી છે. ફાયરબ્રિગેડની ટીમ સિવાય ઓએનજીસીની ટીમ પણ આગ ઓલવવાની કોશિષ કરી રહ્યું છે.

આગ લાગ્યા બાદ ONGCએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘આજે સવારે ONGCના ઓઇલ પ્લાન્ટના સ્ટૉર્મ વૉટર ડ્રેનેજમાં આગ લાગી ગઇ, ફાયર બ્રિગેડ અને આપાતકાલ ટીમે તરતજ કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેલ પ્લાન્ટમાં આગની કોઇ અસર નથી થઇ, ગેસ હજીરા પ્લાન્ટમાં ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે અને સ્થિતિનુ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.’આ પણ વાંચો :