સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જાન્યુઆરી 2024 (13:28 IST)

વાંકાનેરમાં પુત્રના વિરહમાં માતા અને 2 પુત્રીનો સામૂહિક આપઘાત

Mass suicide of mother and 2 daughters due to loss of son in Wankaner
Mass suicide of mother and 2 daughters due to loss of son in Wankaner
ગુજરાતમાં બોટાદમાં ટ્રેન નીચે ઝંપલાવી એક જ પરિવારના સભ્યોએ આપઘાત કર્યાની ઘટના હજી તાજી છે. ત્યાં વાંકાનેરમાં એક સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં પરિવારે સામુહિક આત્મહત્યા કરી છે. માતાએ બે યુવાન પુત્રીઓ સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. માતા અને બે પુત્રીએ વહેલી સવારે સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.

બનાવની જાણ થતાં મૃતકના પરિવારનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને પોલીસ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના મંજુલાબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 45), સેજલબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 19) અને અંજુબેન ભરતભાઈ ખાંડેખા (ઉ.વ. 23) નામની માતા અને બે પુત્રીઓએ આજે વહેલી સવારે પોતાના ઘરે એકલાં હોય ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. અગિયારેક માસ પૂર્વે આ જ પરિવારના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ તેની યાદમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.