સુરતની ૫૦૦ સોસાયટીમાં 'મેડિસીન કલેક્શન બોક્સ' મૂકી દવાઓ એકત્રિત કરાશે
આપણા ઘર-પરિવારમાં ઘણી વખત બિમારીની દવા લીધા બાદ કેટલીક દવાઓ પડી રહેતી હોય છે, આ બિનઉપયોગી દવા જરૂરિયાતમંદો સુધી પહોંચે એ માટે જે.સી.આઈ. (જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ) સંસ્થાના સભ્યો લોકોના ઘરમાં પડી રહેતી દવા એકત્રિત કરી જરૂરિયાતમંદો સુધી પહોંચાડશે.
આ માટે સુરતની ૫૦૦ સોસાયટીમાં 'મેડિસીન કલેક્શન બોક્સ' મૂકવામાં આવશે. જેસીઆઈ સુરત સમ્રાટ સંસ્થાના સંસ્થાપકશ્રી હાર્દિકભાઈ કાબરિયાએ સમાજના સામાન્ય વર્ગને સહાયરૂપ થવાની આ એક પ્રેરક પહેલ કરી છે. તેઓ જણાવે છે કે, 'આપણા ઘરોમાં ઉપયોગમાં ન લેવાતી હોય તેવી મેડિસિન નીકળતી હોય છે.
ઘણીવાર દર્દી સાજા થઈ ગયા બાદ દવાઓ અન્ય માટે ઉપયોગમાં લેવામાં આવે તો તંદુરસ્તી બક્ષી શકાય છે. આગામી એક વર્ષ દરમિયાન વિવિધ સ્થળોએ ૫૦૦ 'મેડિસીન કલેક્શન બોક્સ' મૂકી લોકોને મેડિસીન ડોનેટ કરવાં જાગૃત્ત કરીશું. બિનઉપયોગી દવાઓ અન્યો માટે ઉપયોગી બની શકે છે. વંચિત વર્ગને તંદુરસ્તી બક્ષવામાં આમજનતા સહભાગી બની શકે છે. કે મૃત્યુ પામ્યા બાદ એમની દવાઓ ઘરમાં એમ ને એમ ફાજલ પડી રહેતી હોય છે ત્યારે આ દવાઓ કોઈને જીવન પણ આપી શકે છે.
જો કોઈ પણ શહેરીજનો પોતાની સોસાયટી કે એપાર્ટમેન્ટમાં આ બોક્ષ મુકવા માંગતા હોય તો સંસ્થાપક હાર્દિકભાઈ કાબરિયા (મો.૯૪૦૯૪૪૦૯૬૨) નો સંપર્ક કરવાં જણાવાયું છે.