સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 11 જુલાઈ 2021 (15:11 IST)

સુરતમાં ઉજવાશે વિકાસપર્વ: સુરતીઓને મળશે કરોડોના વિકાસ કામોની ભેટ

મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.૧૧મી જુલાઈએ બપોરે ૨.૦૦ વાગ્યે ખજોદ સ્થિત ડાયમંડ બુર્સની મુલાકાત લેશે. ત્યારબાદ ૨.૪૫ વાગ્યે સંજીવકુમાર ઓડીટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત અને લોકાર્પણના કાર્યક્રમ બાદ નવનિર્મિત પાલ-ઉમરા બ્રિજનું લોકાર્પણ કરશે. સાંજે ૪.૦૦ વાગ્યે વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરોત્તમભાઈ પટેલ લિખિત પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નું વિમોચન કરશે. કાર્યક્રમ પૂર્ણ થયે સુરત એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.

યુનિવર્સિટીના કન્વેન્શન હોલ
સુરત મહાનગરપાલિકાના 1280  કરોડના વિવિધ વિકાસના કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે. 370 કરોડના ખર્ચે તૈયાર થયેલ 4311 EWS-2 આવાસોનું સુરત મહાનગરના આર્થિક રીતે નબળા વર્ગના લોકોને લોકાર્પણ, તાપી નદી ઉપર 89.99 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉમરા-પાલ બ્રિજનું ઉદ્ઘાટન, અમૃત યોજના અન્વયે 685 કરોડના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના લોકાર્પણ કરવામાં આવશે.