શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (11:14 IST)

હવામાન વિભાગે કરી આગાહી, ગુજરાતમાં ઠંડીમાં ઠુંઠવાઇ રહેલા લોકો માટે મોટા સમાચાર

રાજ્યમાં હાડકા ભરી દેતી ઠંડીનો પ્રકોપ યથાવત છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. રાજ્યમાં કડકડતી ઠંડીથી લોકો ત્રસ્ત છે. એવામાં હવામાન વિભાગની આગાહીને જોતા લોકોને ચોક્કસ રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં લોકોને ઠંડીથી સામાન્ય રાહત મળી શકે છે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટશે અને ઠંડીમાં ઘટાડો થશે.
 
અમદાવાદનું તાપમાન 9.7 ડિગ્રી હતું. આગામી સમયમાં લોકોને ઠંડીથી સામાન્ય રાહત મળશે. આગામી સમયમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થશે. આજે કચ્છમાં ઠંડીની અસર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં વધારાને કારણે ઠંડીથી સામાન્ય રાહત મળી શકે છે. નલિયામાં 2.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે રાજ્યના 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે રહ્યું હતું. જેમાં ડીસામાં 7.8 ડિગ્રી, નર્મદામાં 8 ડિગ્રી, પંચમહાલમાં 8.1 ડિગ્રી, જામનગરમાં 8.2 ડિગ્રી, ભુજમાં 8.7 ડિગ્રી, પાટણમાં 8.1 ડિગ્રી, પોરબંદરમાં 8.6 ડિગ્રી, રાજકોટમાં 9.4 ડિગ્રી, ગાંધીનગરમાં 8.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
 
રાજ્યમાં પવનની દિશામાં સતત બદલાવના કારણે તાપમાનમાં પણ વધઘટ જોવા મળી રહી છે. જો કે જાન્યુઆરી મહિનામાં કોલ્ડવેવનું પ્રમાણ વધી રહ્યું છે. નલિયાના લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. આજે કચ્છમાં ઠંડીની અસર જોવા મળશે. આ સાથે જ માઉન્ટ આબુમાં આજે ઠંડીમાંથી આંશિક રાહત મળી હતી. આબુમાં લઘુત્તમ તાપમાનમાં 4 ડિગ્રીનો વધારો થયો હતો. આજે માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી નોંધાયું હતું. સવારથી ફૂંકાતા ઠંડા પવનો અમને ઠંડીનો અહેસાસ કરાવતા હતા. અહીં બે દિવસથી પારો માઈનસ 6 ડિગ્રી નોંધાયો હતો.