શનિવાર, 12 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 18 જાન્યુઆરી 2023 (11:06 IST)

કાતિલ બની ઠંડી, રાજકોટમાં બાળકીનો જીવ લીધો, ઠંડીના લીધે જામી ગયું બ્લડ

ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફ વર્ષાની અસર રાજસ્થાન અને ગુજરાત પર વર્તાઇ રહી છે. રાજ્યમાં હાડકા ભરી દેતી ઠંડીનો પ્રકોપ યથાવત છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી પણ સામે આવી છે. રાજ્યમાં કડકડતી ઠંડીથી લોકો ત્રસ્ત છે. વહેલી સવારે ઠંડો પવન ફૂંકાઇ રહ્યો છે. કાતિલ ઠંડીને ધ્યાનમાં સ્કૂલોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે આ કાતિલ ઠંડીએ એક બાળકીનો ભોગ લીધો છે. રાજકોટમાં ધોરણ-8માં ભણતી બાળકીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.
 
રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા સોની નામની વિદ્યાર્થિનીનું ચાલુ ક્લાસમાં હાર્ટ અટેકથી મૃત્યુ થતાં વાલીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. કાતિલ ઠંડીના કારણે તેના શરીરનું લોહી જામી ગયું અને તેના કારણે આઠમા ધોરણની વિદ્યાર્થિનીને ચાલુ ક્લામાં હાર્ટએટેક આવતાં તેનું મૃત્યુ થયું છે. બાળકીની માતાએ શાળા પર આરોપ લગાવ્યો હતો કે પાતળું સ્વેટર પહેરીને જવું પડે છે. જે શાળાએ જ નક્કી કર્યું છે. જો બાળકો ડબલ સ્વેટર પહેરીને જાય તો તેમને સજાની ચિમકી આપવામાં આવે છે. જેથી બાળકો આવી કડકડતી સહન કરી શકતા નથી. 
 
સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અને વિશેરા લઇ ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. PM રિપોર્ટ બાદ મોતનુ સાચુ કારણ સામે આવશે. જે સમગ્ર બાબતે રિયાની માતાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. 
 
હવામાન વિભાગે કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી દિવસોમાં લોકોને ઠંડીથી ચોક્કસ રાહત મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં લોકોને ઠંડીથી સામાન્ય રાહત મળી શકે છે. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટશે અને ઠંડીમાં ઘટાડો થશે.